Home /News /amreli /

Gujarat election 2022: જાણો કોણ છે અમેરલી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને કેવી છે તેમની રાજકીય કારકિર્દી

Gujarat election 2022: જાણો કોણ છે અમેરલી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને કેવી છે તેમની રાજકીય કારકિર્દી

Amreli MLA Pratap Dudhat: પ્રતાપ દૂધાતનો જન્મ 1 જૂન, 1980ના દિવસે થયો હતો. તેમના પિતાનુ નામ ભૂપતભાઈ છે. તેમણે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તે અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય છે. વિધાનસભા ગૃહમાં પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ બનાવવાનું કામ કર્યું હતું. બીજી બાજુ રેલવે, એર ઇન્ડિયા બનાવ્યા જેને ભાજપ વેચી રહ્યું છે.

Amreli MLA Pratap Dudhat: પ્રતાપ દૂધાતનો જન્મ 1 જૂન, 1980ના દિવસે થયો હતો. તેમના પિતાનુ નામ ભૂપતભાઈ છે. તેમણે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તે અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય છે. વિધાનસભા ગૃહમાં પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ બનાવવાનું કામ કર્યું હતું. બીજી બાજુ રેલવે, એર ઇન્ડિયા બનાવ્યા જેને ભાજપ વેચી રહ્યું છે.

વધુ જુઓ ...
    હાલમાં ગુજરાતમાં વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. એવામાં દરેક ધારાસભ્યો પોત પોતાના મત વિસ્તારોમાં ફરીથી નજરે પડવા લાગ્યા છે. કોઈપણ પક્ષ માટે હાર-જીત મેળવવા માટે ધારાસભ્યો મહત્વની ભૂમિકા ભજવે છે. એવામાં દરેક લોકોને તેમના ધારાસભ્યો વિશે માહિતી હોય તે જરૂરી છે. આ અંતર્ગત જ આજે આપણે વાત કરીશું અમરેલીના ધારાસભ્ય પ્રતાપ દૂધાત  (Amreli MLA Pratap Dudhat) વિશે. પ્રતાપ દૂધાતનો જન્મ 1 જૂન, 1980ના દિવસે થયો હતો. તેમના પિતાનુ નામ ભૂપતભાઈ છે. તેમણે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તે અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય છે.

    પ્રતાપ દૂધાતની રાજકીય કારકિર્દી (Political career of Pratap Dudhat)

    પ્રતાપ દુધાતે 2004માં એક કોંગી કાર્યકર તરીકે જોડાયા બાદ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના (Amreli District Youth Congress) પ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં વિજેતા થયા જિલ્લા યુથ કોંગ્રેસના સૌથી નાની વયના પ્રમુખ બન્યા, ત્યાર બાદ દુધાતે કોંગ્રેસ પાર્ટીમાં પોતાની સૂઝ અને સિનિયર આગેવાનીમાં સાથ અને સહકારથી એક મજબૂત પકડ જમાવી લીધી. પછીથી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી, પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સુધી નજીકના સંબંધો બનાવી પ્રતાપભાઈએ એક અનોખી લોક ચાહના મેળવી.

    2012માં પાર્ટીએ સાવર કુંડલા – લીલીયા બેઠક ભાજપ પાસેથી કબજે કરવા આ યુવાનને ધારાસભ્ય તરીકે મેદાને ઉતારવા નક્કી કર્યું અને પ્રતાપભાઈ ને ટિકિટ આપી, પરંતુ કોંગ્રેસના એ વખતના આંતરિક વિવાદના લીધે ઓછા મતે પરાજય મળ્યો. તેમ છતાં કોંગ્રેસને આ યુવા ચહેરા પર વિશ્વાસ હતો. ફરી એકવાર 2017માં રાજકીય કટોકટી વચ્ચે પ્રતાપભાઈને ફરી પાછા મેદાને ઉતારાયા અને તાલુકાની પ્રજાની સાથે મળ્યો અને વિજેતા થયા.

    આટલી સંપતિના છે માલિક

    વર્ષ 2017ના વિધાનસભા ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં જણાવ્યા અનુસાર પ્રતાપ દુધાતની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ રૂ. 38629888ની જંગમ સંપત્તિ છે. આ જંગમ સંપતિમાં હાથ પરની રોકડ રૂ. 61,33,609 છે. આ સિવાય અન્ય સંપત્તિમાં બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણોની કુલ રકમ રૂ. 27,42,414 છે. રિલાયન્સ કંપનીમાં રૂ. 78000ની કિંમતના શેર, રૂ. 31,54,762ની કિંમતના એલઆઈસી ફંડનુ રોકાણ સામેલ છે. આ સાથે જ પ્રતાપ દૂધાત પાસે રૂ. 1520130ની કિંમતનુ વાહન, રૂ. 662500ની કિંમતનું 250 ગ્રામ સોનુ પણ તેમની જંગમ મિલકતોમાં સામેલ છે.

    તેમની પત્ની પાસે કુલ જંગમ મિલકત રૂ. 6606251 છે. જેમાં રૂ. 1987500ની કિંમતનું 750 ગ્રામ સોનુ, અનુક્રમે રૂ. 3417000ની કિંમતના બે વાહનો, રૂ. 2 લાખની લોન, રૂ. 421375ની કિમતનું એલઆઈસીમાં રોકાણ અને રૂ. 389084ની હાથ પરની રોકડ સામેલ છે. તેમના આશ્રિતોની વાત કરીએ તો તેમના બન્ને આશ્રિતો પાસે અનુક્રમે રૂ. 580402 અને રૂ. 100000 ની જંગમ મિલકતનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: Gujrat election 2022: ખેડૂતો અને પાટીદાર સમાજમાં લોકપ્રિય ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા કોણ છે? કઈ રીતે ઊભું કર્યું પ્રભુત્વ


    પ્રતાપ દૂધાતની સ્થાવર મિલકતની વાત કરવામાં આવે તો તેમની પોતાની સ્થાવર મિલકત કુલ રૂ. 3,99,75,810 છે. જેમાં મકાન, મિલકત અને વારસામાં મળેલ જમીનનો સમાવેશ થાય છે. તેમની પત્ની પાસે કુલ રૂ. 1,07,28,013ની સ્થાવર મિલકત છે. તેમના બન્ને આશ્રિતોની સ્થાવર મિલકત ક્રમશઃ રૂ. 4,07,143 અને રૂ. 4,07,143 છે.

    PGVCLના કર્મચારી સાથે થયો હતો વિવાદ

    સાવરકુંડલા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ઇજનેર જે.એમ. વિસાદની ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. ધારાસભ્ય પ્રતાપ દુધાતે PGVCLના અધિકારીને બેફામ અપશબ્દો કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. વિજળીના પ્રશ્નને લઈ ધારાસભ્ય પ્રતાપ દુધાત આક્રમણ મૂડમાં આવીને પીજીવીસીએલના અધિકારીને અપશબ્દો કહેતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.

    જો કે પછીથી પ્રતાપ દુધાત દ્વારા આ મામલે પોતાની ભૂલ સ્વીકારવામાં આવી હતી. અધિકારી સાથે આ પ્રમાણે વાત ન કરવી જોઇએ તેનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સાથે એમ પણ જણાવ્યું હતું કે અધિકારીનું આ વર્તન યોગ્ય ન હતું.

    સેલ્ફી બની વિવાદોનુ કારણ

    સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત વારંવાર કોઈને કોઈ વિવાદમાં સપડાતા હોય છે. આ જ રીતે તેમની સિંહો સાથેની સેલ્ફી વાયરલ થતા તેઓ વિવાદમાં સપડાયા હતા. જે બાદ વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. જણાવી દઈએ કે પ્રતાપ દુધાતે ગીરમાં ચાર સિંહો સામે ઊભા રહીને સેલ્ફી લીધી હતી. સેલ્ફી લઈને તેઓએ વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનુ જણાવાયુ હતું. જણાવી દઈએ કે ગીરમાં વસતા સિંહો સાથે સેલ્ફી લેવી એ વન વિભાગના નિયમો મુજબ ગુનો બને છે. વન વિભાગના નિયમ મુજબ સિંહ સાથે સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. પ્રતાપ દૂધાતના આ વર્તનથી પશુપ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.

    ભાજપ પર ધારાસભ્યોના પક્ષપલટાને લઈને પ્રહાર

    વિધાનસભા ગૃહમાં પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ બનાવવાનું કામ કર્યું હતું. બીજી બાજુ રેલવે, એર ઇન્ડિયા બનાવ્યા જેને ભાજપ વેચી રહ્યું છે. કોંગ્રેસે ભારત બનાવવાને સાથે સારા નેતાઓ પણ બનાવ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસે તૈયાર કરેલ 60 ધારાસભ્યોને ભાજપ લઈ ગયું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે ધારાસભ્યો પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હોય છે. એવામાં કોંગ્રેસ દ્વારા હર હંમેશાથી ભાજપ પર ધારાસભ્યોની ખરીદ વેચાણની રાજનીતિ કરાતી હોવાના ક્ષેપ કરવામાં આવે છે.

    વિધાનસભામાં ઝપાઝપી

    ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી અને ખુલ્લા હાથની મારામારી થઇ હતી. જ્યાર બાદ કોંગ્રેસના બે ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું કે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ મને મા-બહેનની ગાળો આપતા મેં હુમલો કર્યો હતો.

    આ પણ વાંચો- ભાજપના સંકટમોચન એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની રાજકીય કારકિર્દી છે રસપ્રદ, જાણો


    સાવરકુંડલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, મેં શરુઆત નહોતી કરી. હુમલો કર્યો તે મારી ભૂલ હતી પણ મને તેનો રંજ નથી, કારણ કે માર સંસ્કાર પ્રમાણે મા-બહેનની ગાળ ખાવા હું સદનમાં આવ્યો નથી. ભાજપ મને હિટલરશાહી અને દબંગગીરીથી દબાવી પ્રજાઓ અવાજ અટકાવવા માગતી હોય તો તેમ નહીં બને.

    વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવી જોઈએ, જેથી ખબર પડે કે પ્રજાનો અવાજ કોણ રજૂ કરે છે અને પ્રજાનો અવાજ કોણ દબાવે છે. મને ભાજપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતો હતો અને મને ઉશ્કેરવામાં આવ્યો. મને વ્યક્તિગત ગાળ આપી હોત તો વાંધો ન હતો, પરંતુ જનેતા વિશે ગાળ નહીં ખાઉ. ભાજપ એક્શન લેશે તો હું રિએક્શન આપીશ. ગાળ બોલવી ભાજપના સંસ્કાર છે, પણ ગાળ સાંભળવી મારા સંસ્કાર નથી. જગદીશ પંચાલ મને મા-બહેનની ગાળ બોલ્યા હતા.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन