Home /News /amreli /

Gujarat Elections 2022: યુવાનોમાં સન્માનિત શિવ કથાકાર જીગ્નેશ દાદા કોણ છે? રાજકારણીઓ લેવા માંગે છે તેમના આશિર્વાદ

Gujarat Elections 2022: યુવાનોમાં સન્માનિત શિવ કથાકાર જીગ્નેશ દાદા કોણ છે? રાજકારણીઓ લેવા માંગે છે તેમના આશિર્વાદ

Shiv Kathakar Jignesh Dada: જીગ્નેશ દાદાએ માત્ર 16 વયની ઉંમરથી જ કથા વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ગામ કરિયાચાડમાં સૌપ્રથમ કથા કરી હતી. તેમને બાળપણથી જ ભજન ગાવાનો અને કથા કહેવાનો ખુબ જ શોખ હતો. જેથી તેમને જયારે પણ તક મળે ત્યારે ભજનો ગાઈ લેતા હતા

Shiv Kathakar Jignesh Dada: જીગ્નેશ દાદાએ માત્ર 16 વયની ઉંમરથી જ કથા વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ગામ કરિયાચાડમાં સૌપ્રથમ કથા કરી હતી. તેમને બાળપણથી જ ભજન ગાવાનો અને કથા કહેવાનો ખુબ જ શોખ હતો. જેથી તેમને જયારે પણ તક મળે ત્યારે ભજનો ગાઈ લેતા હતા

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022):- ગુજરાતના સામાજિક અને રાજકીય ક્ષેત્રે અલગ અલગ સંપ્રદાયના વડાઓ, ધાર્મિક સ્થળના ટ્રસ્ટીઓ અને કથાકારોની પકડ મજબૂત છે. એકંદરે ધાર્મિક ક્ષેત્રે નામના ધરાવતા આગેવાનો પણ રાજકારણીની રેલી કે સંમેલનની જેમ બહોળી સંખ્યામાં લોકોને એકઠા કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ મતદારોને કોઈ ચોક્કસ પાર્ટી તરફ મતદાન કરાવવાની ક્ષમતા પણ રાખે છે. કોઈ રાજકીય કાર્યક્રમમાં તેમની હાજરી સૂચક હોય છે.

  ગુજરાતના રાજકારણમાં ધર્મનો પ્રભાવ ઊંડો છે અને આગામી વિધાનસભા ચૂંટણી પણ નજીક છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો કોઈ સંપ્રદાયના વડાઓ, ધાર્મીક સ્થળના ટ્રસ્ટીઓ અને કથાકારોની લોકપ્રિયતાનો લાભ લેવા પ્રયાસ કરશે. આજે દેશ વિદેશમાં લોકપ્રિય અને ખાસ કરીને યુવાનોમાં સન્માનિત સ્થાન ધરાવતા શિવ કથાકાર જીગ્નેશ દાદા (Jignesh dada) અંગે જાણકારી આપવામાં આવી છે.

  જીગ્નેશ દાદા  (Shiv Kathakar Jignesh Dada) ગુજરાતના જાણીતા કથાકાર છે. તેમની ખ્યાતિ દેશ વિદેશમાં છે. તેઓ ભારત અને ભારતની બહાર કથાઓ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેમણે 100થી વધુ કથાઓ કરી હોવાનું જાણવા મળે છે. ખાસ વાત એ છે કે, તેમની કથાનું રસપાન કરવા યુવાનો પણ હોંશે હોંશે પહોંચે છે. તેઓ ધાર્મિક તેમજ સામાજિક કર્યો સાથે પણ સંકળાયેલા છે.

  અમરેલીના નાનકડા ગામમાં થયો હતો જીગ્નેશ દાદાનો જન્મ

  જીગ્નેશ દાદાનો જન્મ 25 માર્ચ 1987ના રોજ અમરેલીના કરિયાચાડ ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ જીજ્ઞેશભાઈ ઠાકર છે. તેમના પિતાનું નામ શંકરભાઈ અને માતાનું નામ જયાબેન છે. તેમને એક બહેન પણ છે. જીગ્નેશ દાદા હાલ સુરતની અંદર સરથાના જકાતનાકા વરાછા વિસ્તાર પાસે રહે છે.
  આ પણ વાંચો- Gujarat Elections: કરોડો અનુયાયીઓ ધરાવતા મોરારીબાપૂ કોણ છે? રાજકીય સ્તરે તેમનું કેટલું છે મહત્વ?

  નાનીવયથી જ કથાની રસપાન કરાવવા લાગ્યા

  જીગ્નેશ દાદાએ માત્ર 16 વયની ઉંમરથી જ કથા વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ગામ કરિયાચાડમાં સૌપ્રથમ કથા કરી હતી. તેમને બાળપણથી જ ભજન ગાવાનો અને કથા કહેવાનો ખુબ જ શોખ હતો. જેથી તેમને જયારે પણ તક મળે ત્યારે ભજનો ગાઈ લેતા હતા. જીગ્નેશ દાદા ભણવામાં ખુબજ હોશિયાર હતા.

  જીગ્નેશ દાદા નામ કઈ રીતે મળ્યું

  અત્યારે અનેક લોકોના મનમાં સન્માન ધરાવતા જીગ્નેશ દાદાનું મૂળ નામ જીગ્નેશભાઈ ઠાકર હતું. તેમણે કથા કરવાનું શરૂ કર્યા બાદ ખૂબ ઝડપથી તેમનું નામ લોકોમાં ચર્ચાવા લાગ્યું હતું. આ દરમિયાન તેમનું નામ જીગ્નેશ દાદા પડ્યું હતું. સૌરાષ્ટ્રમાં ભૂદેવો એટલે કે બ્રાહ્મણોને દાદા કહીને પણ બોલાવવામાં આવે છે. આ કારણે તેઓ પણ જીગ્નેશ દાદા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તેઓ રાધે રાધેના નામથી પણ પ્રખ્યાત છે.

  એરોનોટિકલ એન્જિનિયર માટે લીધો હતો પ્રવેશ

  આજે લાખો લોકો સુધી ધર્મની વાત લઈ જનાર અને યુવાનોમાં સંસ્કાર પીરસનાર જીગ્નેશ દાદા બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. તે સમયે માતા પિતાની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે જીગ્નેશ દાદાએ રાજુલાની પાસે આવેલા જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. ત્યારબાદ જીગ્નેશ દાદા એ એરોનોટિકલ એન્જિનિયરનો અભ્યાસ કરતા હતા, પરંતુ તેમણે ભણવાનું છોડીને કથાનું જ્ઞાન પીરસવાનું શરૂ કર્યું હતું.

  સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ આપી ચુક્યા છે સેવા

  જીગ્નેશ દાદા એન્જીનીયરીંગના અભ્યાસની જેમ સંસ્કૃત ભાષામાં પણ ભરપૂર રસ ધરાવતા હતા. તેમને ઉચ્ચ ડિગ્રી મેળવી હતી અને પ્રોફેસરની નોકરી પણ મળી ગઈ હતી. તેમણે સંસ્કૃતનું શિક્ષણ દ્વારકા ખાતેથી લીધું હતું. જીગ્નેશ દાદા એક સમયે અમરેલીની એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે સેવા પણ આપતા હતા. જોકે, તેમણે પોતાનું આખું જીવન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં વ્યતીત કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે તે નોકરી છોડીને ભગવાન શ્રી કૃષ્ણની કથા અને ભજનો ગાઈને પોતાનું જીવન વ્યતીત કરવાનું શરૂ કર્યું હતું.

  યુવાનોમાં પણ છે લોકપ્રિય

  ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત કથાકાર જીગ્નેશ દાદા આજે દેશ વિદેશમાં જાણીતા છે. તેઓ હજારો લોકો માટે પૂજનીય છે. ખાસ વાત તો એ છે કે, તેઓ યુવાનોમાં પણ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. યુવાનોના મોબાઇલમાં જીગ્નેશ દાદાના સુવિચાર જોવા મળે છે. વોટ્સએપ અને ફેસબુકમાં તેમના વીડિયો અને સુવિચારો શેર થતા હોય છે. જીગ્નેશ દાદાએ ધાર્મિક ક્ષેત્ર સાથે સામાજિક સુધારા માટે પણ અભિયાન ઉપાડ્યું છે. આ ઉપરાંત તેઓ પોતાના વતનમાં આધુનિક શિક્ષણ સંકુલ પણ બનાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

  દેશ વિદેશમાં 100થી વધુ કથાઓ કરી

  જીગ્નેશ દાદાએ અત્યાર સુધીમાં દેશ વિદેશમાં 100થી વધુ કથાઓ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીગ્નેશ દાદાના ભજનો આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે.. ભજનને દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.

  Gujarat Elections 2022: અચાનક જ પૂર્ણેશ મોદીના ખોળામાં આવ્યું કેબિનેટ મંત્રીનું પદ, જાણો દિગ્ગજ નેતાની પ્રોફાઇલ


  જીગ્નેશ દાદા અને વિવાદો (Jignesh Dada and Controversies)

  જીગ્નેશ દાદા અસંખ્ય લોકોને સંસ્કારના વારસાની સાથે સાથે જીવન ઉપદેશ પુરા પાડે છે. અલગ અલગ જગ્યાએ કથાઓ કરીને લાખો લોકોને જીવનમાં શું યોગ્ય છે? તેનું માર્ગદર્શન આપે છે. પણ થોડા સમય પહેલા લાડકી આંખ મારે ફિલ્મી ગીતના કારણે તેઓ વિવાદમાં આવ્યા હતા. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વિડીઓ વાયરલ થયો હતો. જેમાં જીગ્નેશ દાદાનો પુત્ર લડકી આંખ મારે.. ગીત પર નાચી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમના પુત્રને નાચતો જોઇને જીગ્નેશ દાદા ખુદ મોજમાં આવી ગયા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ વિડીયો કોઈ લગ્ન પ્રસંગનો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયો જોઈ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.

  આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં તસવીર બાબતે પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. જગત મંદિરમાં ફોટોગ્રાફ પર પ્રતિબંધ છે. ત્યારે મંદિરના ઉપરની ભાગે જીગ્નેશ દાદાની તસવીર વાયરલ થઈ હતી. ત્યારબાદ વિવાદ થયો હતો.

  કોરોનાનો ભોગ બનતા ઠેર ઠેર થઈ હતી પ્રાર્થનાઓ

  જીગ્નેશ દાદા 2020માં કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક લોકો ચિંતિત થયા હતા. તેમના સારા સ્વાસ્થ્ય માટે લોકોએ પ્રાર્થના અને પૂજાઓ કરી હતી. અમુક જગ્યાએ યજ્ઞો પણ થયા હતા. આ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन