Home /News /amreli /

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ધારી વિધાનસભા બેઠક, ભાજપે ગુમાવેલું પરત મેળવ્યું

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ધારી વિધાનસભા બેઠક, ભાજપે ગુમાવેલું પરત મેળવ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022): ધારી વિધાનસભા બેઠક પર ભાજપે ગુમાવેલું પરત મેળવ્યું છે. 2017માં કોંગ્રેસના હાથમાં ગયેલી આ બેઠક 2020 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022): ધારી વિધાનસભા બેઠક પર ભાજપે ગુમાવેલું પરત મેળવ્યું છે. 2017માં કોંગ્રેસના હાથમાં ગયેલી આ બેઠક 2020 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે. પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ તથા કૉંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવશે. રાજ્યમાં કેન્દ્રીય નેતાઓની અવર જવર વધવા માંડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પ્રભારીની સતત અવરજવરથી વહેલી ચૂંટણી યોજવાના સંકેત મળી રહ્યા છે. રાજ્યની તમામ બેઠક પર નવા નવા સમીકરણો બની રહ્યા છે, તે પછી રાજકીય હોય કે જાતિગત. દરેક પક્ષ પોતાની વોટબેંકને સુરક્ષિત રાખવા માટે મથી રહ્યો છે. અહીં અમે તમને ધારી વિધાનસભા બેઠકની તમામ વિગતવાર જાણકારી આપી રહ્યા છીએ.


  ધારી વિધાનસભા બેઠક


  ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ધારી બેઠકનો પણ સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં ધારી અને બગસરા તાલુકા ઉપરાંત ખાંભા તાલુકાના 27 ગામોનો પણ સમાવેશ થાય છે. ધારીના કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.


  ત્યારબાદ આ બેઠક ખાલી પડતા વર્ષ 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ કોંગ્રેસ નેતા સુરેશ કોટડીયાને 17,209 મતોના માર્જિનથી હાર આપી હતી.


  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ ઉમેદવાર દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. જે. વી. કાકડિયાને 52.50 ટકા મત મળ્યા હતા અને ભાજપના દિલીપ સંઘાણીને 40.42 ટકા મત મળ્યા હતા.


  2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની જીત


  વર્ષ 2012માં યોજાયોલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુબાપાએ GPP(ગુજરાત પરિવર્તન પાર્ટી)ની સ્થાપના કરી હતી. જેથી GPPએ ધારી બેઠક પર નલિન કોટડીયાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા.


  આ સમયે GPPને ટક્કટ આપવા માટે કોંગ્રેસે કોકિલા કાકડિયાને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પરિણામમાં નલિન કોટડિયાને 41,516 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોકિલા કાકડિયાને 39,941 મત મળ્યા હતા અને GPPના ઉમેદવાર નલિનભાઈ કોટડીયા વિજેતા બન્યા હતા.


  2012માં આ બેઠક પરથી પ્રથમ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, પરંતુ જનતાએ તેમને આવકાર આપ્યો નહોતો.


  વર્ષ  વિજેતા ઉમેદવાર  પક્ષ  2020 (પેટાચૂંટણી)  જે.વી.કાકડીયા  ભાજપ  2017  જે.વી.કાકડીયા  કોંગ્રેસ  2012  નલિન કોટડીયા  GPP  2007  મનસુખ ભૂવા  ભાજપ  2002  બલુભાઈ તંતી  ભાજપ  1998  બલુભાઈ તંતી  ભાજપ  1995  મનુભાઈ કોટડીયા  કોંગ્રેસ  1990  વજુભાઈ ધનક  JD  1985  મનુભાઈ કોટડીયા  JNP  1980  મનુભાઈ કોટડીયા  JNP  1975  મનુભાઈ કોટડીયા  KLP  1972  રાઘવજી લેઉઆ  કોંગ્રેસ  1967  રાઘવજી લેઉઆ  કોંગ્રેસ  1962  પ્રેમજી લેઉઆ  કોંગ્રેસ   ધારી વિધાનસભા બેઠક પર મતદારો પક્ષ કરતા ઉમેદવારને વધુ મહત્વ આપે છે. આ કારણોસર વર્ષ 2020માં યોજાયેલી પેટાચૂંટણીમાં જે. વી. કાકડીયાએ જંગી બહુમતીથી જીત મેળવી હતી.


  વર્ષ 1998થી 2007 (1998 – 2002 -2007) ત્રણ ટર્મ સુધી ભાજપે આ બેઠક પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે વર્ષ 2017, 1995, 1972, 1967, 1962માં જીત મેળવી હતી.


  વર્ષ 1962થી ધારી બેઠકમાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. શરૂઆતમાં ધારી બેઠક 38- ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46- ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94- ધારી બેઠકની ઓળખ મળી છે.


  મતદારોએ તમામ પક્ષના ઉમેદવારને આપી છે તક


  ધારી વિધાનસભા બેઠક પર એક જ પક્ષનો ઉમેદવાર વારંવાર ચૂંટાઈને આવે તેવું ક્યારેય બન્યું નથી. 1962થી શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની ચૂંટણીમાં અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી ત્રણ વાર ઉમેદવારોએ જીત મેળવી છે.


  તો કોંગ્રેસના ઉમેદવારો આ સીટ પરથી પાંચ વાર ચૂંટાઈને આવ્યા છે. મનુભાઈ કોટડિયા અહીંથી ત્રણ વાર એટલે કે, સૌથી વધુ વાર ચૂંટાઈને આવ્યા હતા. તેઓ જનતા પાર્ટી, જનતા પાર્ટી (જેપી) અને કિસાન મજદૂર લોક પક્ષ (કેએલપી)ની સીટ પરથી ચૂંટાઈને આવ્યા હતા.


  મતદારોનું ગણિત


  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું. અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા, રાજુલા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી.


  ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ અનુસાર, વર્ષ 2017ની વિધાનસભાના મતદારોના આંકડા અનુસાર ધારી વિધાનસભા બેઠક પર કુલ 2,11,917 મતદારો છે. આ મતદારોમાં 1,13,257 પુરુષ મતદારો અને 1,04,150 મહિલા મતદારો છે.


  જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો 79 હજાર પટેલ, 27 હજાર કોળી, 18 હજાર દલિત, 18 હજાર આહિર, 12 હજાર ક્ષત્રિય, 8 હજાર લઘુમતી સમાજના મતદારો છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું વધુ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.


  પાટીદાર બાદ બીજા નંબરે સૌથી વધુ મતદારો કોળી સમાજના છે. અન્ય મતદારોમાં દલિત સમાજ, ક્ષત્રિય સમાજ અને લઘુમતી મતદારોનો સમાવેશ થાય છે.


  જે.વી.કાકડીયા બન્યા ચર્ચાનું કેન્દ્ર


  કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારી, બગસરા, ચલાલા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાના મોબાઇલ નંબર પરથી ધારી તાલુકા ભાજપ નામના સોશિયલ મીડિયા ગ્રુપમાં મહિલાઓના અશ્લીલ ફોટોઝ પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેને લઈ ભાજપના મહિલા કાર્યકર સહિતના તમામ લોકો શરમમાં મુકાયા હતા. આ અંગે જે. વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, તેમણે આવી કોઈ પોસ્ટ કરી નથી અને આ મામલે પોલીસ તપાસ કરવાની માંગ કરી હતી.


  આ અંગે ભાજપ તાલુકા પ્રમુખ જિતુ જોષીએ ધારી પોલીસમાં અરજી કરીને સાયબર તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કાકડિયાને મેં આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમના ફોનમાં એક લેટરની લિંક આવી હતી. જે ઓપન થતી નહોતી. કોઈ વ્યક્તિએ ધારાસભ્ય જે. વી. કાકડીયાનો ફોન હેક કરી લીધો હતો અને તેમની છબી ખરાડાવવાના હેતુથી આવી તસવીરો પોસ્ટ કરી હતી.


  ધારી વિધાનસભા બેઠકની સમસ્યા


  આ વિસ્તારમાં છેલ્લાં 20 થી 25 વર્ષમાં કોઈપણ વિકાસકાર્યો કરવામાં આવ્યા નથી. શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તાને લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહીં મોટા ભાગના મતદારો ખેડૂતો છે અને ખેડૂતોના અનેક પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી એટલે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.


  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  બારડોલી  |  રાજુલા   |  બોટાદ    |   મોરવા હડફ   |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Dhari, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन