Home /News /amreli /Gujarat election 2022 : પાટીલના પરીવર્તનની લહેરથી ન બચ્યા ધનસુખ ભંડેરી, ગણાય છે રૂપાણીની નજીકના નેતા

Gujarat election 2022 : પાટીલના પરીવર્તનની લહેરથી ન બચ્યા ધનસુખ ભંડેરી, ગણાય છે રૂપાણીની નજીકના નેતા

Dhanshukha Bhanderi Profile: ધનસુખ ભંડેરી ભાજપમાં વર્ષ 1982-1983ના સમયગાળા દરમિયાન જોડાયા હતા અને અમદાવાદ ખાતે ભાજપ યુવા મોરચાના તમામ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી લીધી હતી. ત્યાર બાદ તેઓ ભવન સાયન્સ કોલેજમાં જનરલ સેક્રેટરી બન્યા અને વર્ષ 1986માં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

Dhanshukha Bhanderi Profile: ધનસુખ ભંડેરી ભાજપમાં વર્ષ 1982-1983ના સમયગાળા દરમિયાન જોડાયા હતા અને અમદાવાદ ખાતે ભાજપ યુવા મોરચાના તમામ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી લીધી હતી. ત્યાર બાદ તેઓ ભવન સાયન્સ કોલેજમાં જનરલ સેક્રેટરી બન્યા અને વર્ષ 1986માં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

વધુ જુઓ ...
  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly election 2022) તૈયારીઓ પૂરજોશમાં ચાલું છે. આ વખતે ત્રિપાંખીયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામેલ છે. જોકે, જનતા પણ સરકારથી અનેક બાબતોને લઇને નારાજ ચાલી રહી છે. તેવામાં ભાજપનો 150+ સીટનો ટાર્ગેટ પક્ષ માટે એક મોટો ચેલેન્જ છે. એટલું જ નહીં પક્ષના અમુક પરીવર્તનથી ભાજપના જ નેતાઓમાં કલેશ ઉભો થઇ રહ્યો છે. તેમાંથી સૌથી મોટો વાંધો પક્ષના નેતાઓને નો રીપીટ થીઅરીમાં આવ્યો છે. કારણ કે ભાજપે ભુપેન્દ્ર પટેલની સરકારમાં આ રૂલ લાગુ કરતા અનેક દિગ્ગજ નેતાઓ ગળાઇ ગયા છે.

  જેને લઇને નેતાઓ અને તેમના સમર્થકો ભાજપ સામે બાંયુ ચઢાવાના મૂડમાં છે. ત્યારે આ લહેરમાંથી રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પણ બાકાત નથી. અચાનક પક્ષનો મોટો ચહેરો સાઇડલાઇન થતા રાજકીય ગલીઓમાં અવનવી ચર્ચાઓ થવા પામી હતી. તો ચાલો જાણીએ ધનસુખ ભંડેરીના રાજકીય સફર અને અંગત જીવન વિશે વિસ્તારથી.

  કોણ છે ધનસુખ ભંડેરી? (Who is Dhansukh Bhanderi?)

  ભાજપ નેતા ધનસુખ ભંડેરીનો જન્મ 23 ઓક્ટોબર, 1963ના રોજ અમરેલી જિલ્લાના ચાડીયા ગામમાં સામાન્ય પરીવારમાં થયો હતો. તેમણે કેમેસ્ટ્રીમાં માસ્ટર અને પીએચડી કર્યુ છે. તેઓએ બી.એડ કરીને શિક્ષકની પદવી મેળવી હતી. વર્ષ 1988થી વર્ષ 2010 સુધી તેઓએ હાયર સેકન્ડરી સ્કૂલમાં કેમેસ્ટ્રી ટીચર તરીકે કાર્ય કર્યુ હતું. તેમના પરીવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. જેમાં તેમની પત્નીનું નામ કૈલાશેન ભંડેરી છે.

  જ્યારે પુત્ર રોહન ભંડેરી અમેરિકામાં સ્થાયી છે અને પુત્રી દેવશ્રી ભંડેરીએ બી.ઇ સુધી અભ્યાસ કર્યો છે. તેમના અભ્યાસ દરમિયાન ધનસુખ ભંડેરીમાં નેતા અને આગેવાન તરીકેના તમામ ગુણો હોવાથી તેઓ 1984-85ના વર્ષમાં ભવન્સ સાયન્સ કૉલેજ, અમદાવાદના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને 1986માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સેનેટ સભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. આ બાબતો દર્શાવે છે કે તેઓ પોતાના શાળાકિય સમયથી જ એક પ્રબળ વ્યક્તિવ્ય બનવાની ક્ષમતા ધરાવતા હતા.

  ધનસુખ ભંડેરીની રાજકિય સફર (Political journey of Dhansukh Bhanderi)

  ધનસુખ ભંડેરી ભાજપમાં વર્ષ 1982-1983ના સમયગાળા દરમિયાન જોડાયા હતા અને અમદાવાદ ખાતે ભાજપ યુવા મોરચાના તમામ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી લીધી હતી. ત્યાર બાદ તેઓ ભવન સાયન્સ કોલેજમાં જનરલ સેક્રેટરી બન્યા અને વર્ષ 1986માં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. વર્ષ 1990માં સૌરાષ્ટ્રમાં ભાજપ યુવા મોરચાના કો-ઇન્ચાર્જ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. ત્યાર બાદ 1995થી 2010 સુધી સતત 3 ટર્મમાં તેઓ રાજકોય મ્યૂનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર રહી ચૂક્યા છે.

  ધનસુખ ભંડેરી ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર તરીકે પણ નોમિનેટ કરાયા હતા. વર્ષ 1999માં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામગીરી કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના મેમ્બર રહી ચૂક્યા છે. પોરબંદર જિલ્લાના પ્રભારી તરીકે તેમણે વર્ષ 2000થી 2003 સુધી કામ કર્યું છે.

  Gujarat election 2022: પાલિકાથી લઈ પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે નીતિન ભારદ્વાજ, હવે છે સાઈડલાઇન


  વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-1 મતવિસ્તાર માટે ચૂંટણી પ્રભારી તરીકે કામ કર્યું હતું. 2003માં રાજકોટ શહેર ભાજપને પ્રમુખ પદ પર બિરાજમાન રહી ચૂક્યા છે. ધનસુખ ભંડેરીના પ્રમુખના ઠાઠ દરમિયાન ભાજપ-રાજકોટ શહેર ભાજપને રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જોરદાર બહુમતી મળી હતી. રાજકોટ પર્લિમેન્ટની ચૂંટણીમાં એટલે કે 2004માં તેમણે ચૂંટણી પ્રભારી તરીકે કામ કર્યું હતું.

  ધનસુખ ભંડેરી આરએમસીમાં 27મી ડિસેમ્બર 2005થી 26 જૂન 2008ના સમયગાળા માટે રાજકોટ શહેરના મેયર તરીકે ચૂંટાયા હતા. ગત રાજ્ય વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ-3 મતવિસ્તારના પ્રભારી તરીકે કામ કર્યું હતું અને સૌથી વધુ લીડ સાથે તે ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત તેઓ વિધાનસભાના બે મતવિસ્તારમાં "સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રા"ના ઇન્ચાર્જ હતા.

  એટલું જ નહી ધનસુખ ભંડેરી 2013થી જામનગર મહાનગર અને જામનગર જીલ્લાના પ્રભારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2015થી 2022 સુધી તેઓ ગુજરાત મ્યૂનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરના ચેરમેન રહી ચૂક્યા છે.

  ચેરીટી અને NGO

  રાજકીય અને શિક્ષણ જગતમાં ડંકો વગાડી ચૂકેલા ધનસુખ ભંડેરી સેવા ક્ષેત્રમાં પણ આગવું યોગદાન આપી ચૂક્યા છે. જાણો તેઓ કેટલા પદો ઉપર રહી ચૂક્યા છે.

  - વિજયા કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ડિરેક્ટર.

  - રાજકોટ જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક સંઘના પૂર્વ કમિટી મેમ્બર.

  - રાજકોટ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સહકારી મંડળીના પૂર્વ સચિવ

  - ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલ- નવી દિલ્હીના પૂર્વ એક્ઝિક્યુટિવ મેમેબર રહી ચૂક્યા છે.

  - પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ- રાજકોટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે.

  નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

  - 1999માં સ્ટેન્ડિંગ RMCના અધ્યક્ષ તરીકે અને 2006માં ટ્વીન સિટી કોન્ટ્રાક્ટ RMCના મેયર તરીકે લીસ્ટરની મુલાકાત લીધી

  - ભારતના વિવિધ સ્થળોએ "અર્બન ડેવલપમેન્ટ" પર L.S.G.D. (ઓલ ઈન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ડિપ્લોમા) ના રિસોર્સ પર્સન તરીકે લેક્ચર્સ આપી ચૂક્યા છે.

  - 2007માં દહેરાદૂન ખાતે યોજાયેલ એશિયન મેયર કાઉન્સિલમાં "બ્લૂ પ્રિન્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ રાજકોટ સિટી" રજૂ કરી હતી.

  - વર્ષ 2008 દરમિયાન રાજકોટ ખાતે "ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સ" નું આયોજન કર્યું હતું.

  ભંડેરી સામે હત્યાનો ગુનો 

  સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ગાડીમાં કેમિકલ ખાલી કરતા બે હેલ્પરના મોતમાં પોલીસે 15 વ્યક્તિઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં ધનસુખ ભંડેરી પણ કંપનીના ભાગીદાર તરીકે આરોપી બન્યા હતા.

  Gujarat election 2022: દિલીપ ઠાકોરે ચાણસ્મા બેઠક પર સતત બે ટર્મમાં મેળવી જીત, તો પણ પક્ષે માર્યો ધક્કો


  થોડા સમય પહેલા થયા હતા કોરોના સંક્રમિત

  આ વર્ષની શરૂઆતમાં ધનસુખ ભંડેરી કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા હતા. તેઓ ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, ત્યાંથી પરત ફર્યા અને લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

  શા માટે થયા સાઇડલાઇન?

  ધનસુખ ભંડેરીએ ભૂતકાળમાં પક્ષમાં આટલી સફળ કામગીરી અને જવાબદારીઓ નિભાવી હોવા છતા સીઆર પાટીલની પરીવર્તનની લહેરથી બચી શક્યા નહીં. આ વર્ષની શરૂઆતમાં ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પાંચ બોર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન સાથે મુલાકાત કરી તેમના રીપોર્ટ કાર્ડ જોયા હતા. અને રૂપાણીના ખાસ ગણાતા 5 લોકોના રાજીનામા લઇ લીધા હતા. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી પણ સામેલ હતા.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन