Amreli assembly constituency : અમરેલી બેઠક ગુજરાત વિધાનસભા પૈકી 182 બેઠકોમાંની એક બેઠક છે. આ બેઠકને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 1627980 મતદારો છે
Amreli assembly constituency : અમરેલી બેઠક ગુજરાત વિધાનસભા પૈકી 182 બેઠકોમાંની એક બેઠક છે. આ બેઠકને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 1627980 મતદારો છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022): ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ શરૂ કર્યું છે. કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહેનત કરી રહી છે પણ કોંગ્રેસ માટે હજી દિલ્લી દૂર હોય તેમ લાગે છે. તો બીજી તરફ આપ પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. એવામાં સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું અમરેલી વિધાનસભા બેઠક વિશે.
અમરેલી વિધાનસભા બેઠક (Amreli assembly seat)
અમરેલી બેઠક (amreli assembly constituency) ગુજરાત વિધાનસભા પૈકી 182 બેઠકોમાંની એક બેઠક છે. આ બેઠકને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 1627980 મતદારો છે જેમાં 843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.
એટલે કે માત્ર અમરેલી શહેર નહીં, પરંતુ અમરેલી તાલુકા અને કુંકાવાવ વડીયાના કેટલાક ભાગનો સમાવેશ કરતી આ સીટ છે. એક નગરપાલિકા અને બે તાલુકા પંચાયત આ સીટમાં આવેલી છે.
અમરેલી બેઠક ગણાય છે ભાજપનો ગઢ
1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપના દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી ચાર વખત વિજયી થયા છે.
વર્ષ 2009માં કૉંગ્રેસના વીરજી ઠુમ્મરે સંઘાણીને પરાજય આપ્યો હતો. ગત વખતે ભાજપે આ બેઠક ઉપરથી નારણ કાછડિયાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. આ બેઠક પરથી ધાનાણી અને કાછડિયા લેઉઆ પાટીદાર સમાજના છે. રાજકોટ ભાજપના અગ્રણી ધનસુખ ભંડારીના કહેવા પ્રમાણે, "પાટીદાર સમાજ ભાજપ સાથે જ છે." હાલમાં પરેશ ધાનાણી અમરેલી બેઠકથી ધારાસભ્ય છે.
અમરેલી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો તેલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમરેલી સૌથી વધુ સક્રિય રહ્યું હતું. આ કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું.
આવા છે અત્યાર સુધી હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
1962
જીવરાજ મહેતા
આઈએનસી
1964
પી એન નાનજી
પીએસપી
1967
એન ગોરધનદાસ
આઈએનસી
1972
એન ગોરધનદાસ
એનસીઓ
1975
એમ ગોરધનદાસ
એનસીઓ
1980
દ્વારકાદાસ પટેલ
આઈએનડી
1985
દિલીપ સંઘવી
બીજેપી
1990
દિલીપ સંઘવી
બીજેપી
1991
પરસોત્તમ રૂપાલા
બીજેપી
1995
પરસોત્તમ રૂપાલા
બીજેપી
1998
પરસોત્તમ રૂપાલા
બીજેપી
2002
પરેશ ધાનાણી
આઈએનસી
2007
દિલીપ સાંઘાણી
બીજેપી
2012
પરેશ ધાનાણી
આઈએનસી
2017
પરેશ ધાનાણી
આઈએનસી
કોંગ્રેસ માટે ઉજળા સંજોગો
કોંગ્રેસ જો આ વખતે પણ તેમના અમરેલીના વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ઉતારે તો ભાજપ માટે આ જંગ કપરો બની શકે છે.
પરેશ ધાનાણીનું અમરેલીમાં સારું એવું પ્રભુત્વ છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે.
આ વિસ્તારમાં પાક વીમાની સમસ્યાઓ, ખેતરમાં પાણીની સમસ્યાઓ, વિજળીની સમસ્યાઓ સહિતના મુદ્દે ખેડૂતોમાં ભાજપ સામે રોષ છે. જેનો સીદો જ ફાયદો કોંગ્રેસને મળતો જણાયો હતો.
ભાજપ માટે કપરા ચઢાણ
ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે ટર્મથી અમરેલી વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો નથી. ત્યારે આ વખતે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થતા પાટીદારોના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપને ફાયદો થાય તેવુ ગણિત લગાવવામાં આવી રહ્યું છે.
આ જ સમીકરણ અંતર્ગત અમરેલી બેઠક પર પણ ભાજપને લાભ થશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગત 2 ટર્મમાં પહેલા ખેડૂતો અને પછી પાટીદારોની નારાજગી એ ભાજપ માટે મુશ્કેલી સર્જી હતી. ગ્રામીણ મતદારો ભાજપથી નારાજ હતા, જેની સીધી અસર અમરેલી બેઠક પર જોવા મળી હતી. જો કે પાટીદાર ફેક્ટર બાદ કરવામાં આવે તો પણ ખેડૂતોના મુદ્દાને લઈને ભાજપને આ બેઠક પર ફટકો પડવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે.
અમરેલીની સમસ્યાઓ
- ખેડૂતોને વિજળી અને પાણીની સમસ્યા - યુવાન વર્ગમાં બેરોજગારીની સમસ્યા - શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો અભાવ - માળખાત સુવિધાઓ બાબતે પણ અમરેલીમાં ઓછો વિકાસ - ટેકાના ભાવે ખરીદીમાં વિસંગતતા અને ખેડૂતોને પડતી અન્ય મુશ્કેલીઓ
ચૂંટણીમાં જ્ઞાતિ ફેક્ટર કેટલું મહત્વનું?
જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે, તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે.
તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ કરી શકાય નહીં.
તે વાત સ્વાભાવિક રીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજિક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ આપણે વધતો જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરી એકવાર જોઇ રહ્યા છીએ.