Home /News /amreli /કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા, ભાજપના એજન્ટ બનીને કામ કરે છે: પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ

કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા, ભાજપના એજન્ટ બનીને કામ કરે છે: પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ

સાવરકુંડલા કોંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ

Gujarat assembly election 2022: કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા, ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. સ્પેશિયલ સાવરકુંડલામાં મુકાયા છે અધિકારી: પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ

    સાવરકુંડલા: સાવરકુંડલા કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દુધાત નામ લીધા વગર પોલીસ અધિકારીને ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, એરુંના ડંખથી તો બચી જશો પણ મારા ડંખથી ત્રણ પેઢી નહીં બચે. પોલીસ અધિકારી ભાજપના એજન્ટ બન્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

    સાવરકુંડલા કોંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. પ્રતાપ દુધાતે નામ લીધા વગર ધમકી આપતાં કહ્યું કે, કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા છે. ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. અધિકારી સ્પેશિયલ સાવરકુંડલામાં મુકાયા છે. 1 તારીખ તમારી છે, 2 તારીખ પ્રતાપ દુધાતની છે. જે એજન્ટ બનીને કામ કરે છે તે શાનમાં સમજી જાય. સાબરમતીમાં ઘણાને સડતા જોયા છે. હાથમાં ધોકો આવ્યો તો છાતી સુધી ન આવુ તો કહેજો. એરૂંના ડંખથી બચશો, મારા ડંખથી 3 પેઢી નહીં બચે.

    નામ લીધા વિના પોલીસ અધિકારી પર પ્રહાર કર્યા

    સાવરકુંડલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતે જાહેરસભામાં નામ લીધા વિના પોલીસ અધિકારી પર પ્રહાર કર્યા હતા. ભાજપના એજન્ટ બનીને કામ કરતા પોલીસ અધિકારી સ્પેશિયલ સાવરકુંડલા મુકાયા છે. 1 તારીખ તમારી છે ને 2 તારીખ પ્રતાપ દુધાતની છે. જે પોલીસ એજન્ટ બનીને કામ કરે છે તેઓ શાનમાં સમજી જાય, જે મોટા-મોટા આવે છે ને એમના બાપુજી સામે ફાઈટ આપી છે. વણઝારાના દિવસો પણ જોયા છે અને અમે કોંગ્રેસીઓ છીએ, એકવાર પકડી લઈએ તો મુકતા નથી. સાબરમતીમાં પણ કેટલાયને સડતા જોયા છે.


    આ પણ વાંચો: ભાવનગર: ભાજપના ઉમેદવારનો જાહેરમાં રુપિયા ઉડાવતો વીડિયો વાયરલ

    '....થતું હોય એટલું નુકશાન કરી લેજો'

    પ્રતાપ દુધાતે કહ્યુ કે, અહીંથી દિલ્હી સુધી સલ્તનત તમારી છે, પણ થતું હોય એટલું નુકશાન કરી લેજો. મારા હાથમાં ધોકો આવ્યો ત્યારે તમારી છાતી સુધી ન આવું તો પ્રતાપ દુધાત નહીં. ભાજપના એજન્ટ બની જતા હોય તો એની ઓકૌત બતાવી મારો હક્ક છે અને મારો ધર્મ છે. એવા અધિકારી સ્પેશિયલ સાવરકુંડલામાં મુકાયા છે, ભાજપના મત ગોતવા માટે. તમારા લોકોના જયારે સંઘર્ષ હતા ત્યારે પ્રતાપ દુધાત ગાંધીનગરમાં તમારી છાવણીની મુલાકાત લઈને આવ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress Candidate, Gujarat Assembly Election 2022, Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन