Home /News /amreli /કુમાર કાનાણી ધોડા પર સવાર થઈ ફોર્મ ભરવા નીકળ્યા; ધાનાણી એક્ટીવા પર સવાર

કુમાર કાનાણી ધોડા પર સવાર થઈ ફોર્મ ભરવા નીકળ્યા; ધાનાણી એક્ટીવા પર સવાર

કુમાર કાનાણી ધોડા પર સવાર થઈ, પરેશ ધાનાણી એક્ટીવા પર ફોર્મ ભરવા નીકળ્યા

Gujarat assembly election 2022: સુરતમાં વરાછા બેઠકના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. તેઓ જંગી જનમેદની સાથે ધોડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા હતા.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા દોડી રહ્યા છે. આવામાં સુરતમાં વરાછા બેઠકના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. તેઓ જંગી જનમેદની સાથે ધોડા પર સવાર થઈને ફોર્મ ભરવા નીકળ્યા હતા. સાથે જ તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ભાજપ જીતશે જ નારા સાથે જંગી જનમેદની વચ્ચે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા નીકળ્યા હતા.

  કોંગ્રેસના ઉમેદવાર ઈ બાઈક પર ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા

  બીજી બાજુ, સુરત ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઈ બાઈક પર ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાળા ઈ બાઈક પર ફોર્મ ભરવા નીકળ્યા હતા. તેઓ જંગી જનમેદની વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. કોંગ્રેસના 8 વચનો દ્વારા ચૂંટણી લડશું તેવું અશોક અધેવાળાએ જણાવ્યું હતું. અશોક અધેવાળાએ કહ્યુ કે, મધ્યમ વર્ગીય લોકોને પડખે રાખવા બાઈક પર ફોર્મ ભરવા નીકળ્યો છું.

  આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પાટિલનાં લીધા આશીર્વાદ, વડાપાંવની માણી લિજ્જત

  પરેશ ધાનાણી એક્ટીવા પર ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા નીકળ્યા

  આવી જ રીતે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સભા બાદ ફોર્મ ભરવા નીકળ્યા હતા. પરેશ ધાનાણી એક્ટીવા પર ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાની સભા બાદ ફોર્મ ભરવા નિકળ્યા હતા. હાઈપ્રોફાઈ બેઠક અમરેલીમાં ચૂંટણીનો જંગ જામશે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપ ઉમેદવાર કૌશિક વેકરિયાને મેદાને ઉતાર્યા છે. બંન્ને ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે અમરેલીમાં શક્તિ પ્રદર્શન કરાયું હતું.

  પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ

  ગુજરાતમાં ચૂંટણી પહેલા હાલ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ છે. ગુજરાત ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરનાં રોજ થવાનું છે. ત્યારે આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હોવાથી કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે આવી રહ્યા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat News

  विज्ञापन
  विज्ञापन