લગ્નમાં વરઘોડો કાઢવાનું કારણ છે. મંડપ સુધી જતી વખતે લોકો તેમાં પણ ખાસ કરીને મહિલાઓ વરરાજાને જોય શકે.પહેલા વરઘોડામાં ઢોલનો ઉપયોગ થતો હતો. હવે સમયની સાથે ડીજે એ સ્થાન લઇ લીધું છે.
Abhishek Gondaliya. Amreli: હાલ સમગ્ર ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નમાં વરઘોડો શું કામ કાઢવામાં આવે છે ? વરઘોડો કાઢવા પાછળ શું હોય છે રિવાજ ? .તે મોટાભાગના લોકો જાણતા નથી.વર્તમાનમાં ડીજેના તાલ સાથે વરઘોડો કાઢવામાં આવે છે,જ્યારે વર્ષો પહેલા ઢોલ સાથે વરઘોડો કાઢવામાં આવતો હતો. વરઘોડાના રંગરૂપ બદલ્યા છે.વરઘોડાની એટલીક રોચક વાતો અમરેલીના જનકભાઈ સાવલિયાએ કરી છે.
બહેનોને વરરાજો જોવાની ઉત્સકતા હોય છે.
જનકભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે,આપણે ત્યાં લગ્નમાં વરઘોડો કાઢવામાં આવે છે.જેતે સમયે લોકોને ખાસ પરિચય થતો ન હતો. વરરાજાને લોકોએ જોયો ન હોય. ત્યારે માંડવા સુધી વરરાજા ઘોડા પર બેસીને જાય છે.ખાસ કરીને ગામડાની વાત કરીએ તો ગામની દીકરીને તો બધા ઓળખતા હોય છે. પરંતુ વરને કોઈ જોયો ન હોય,ત્યારે ઘોડા પર બેસાડી લઈ જવામાં આવે તો ગામના બહેનો તેને જોય શકે છે. કેમ કે બહેનોને ઉત્સકતા વધુ હોય છે.એટલા માટે ખાસ વરઘોડો કાઢવામાં આવે છે.
લગ્નમાં ઢોલ વગાડવાનું મહત્વ
પહેલા વરરાજાને ઢોલ વગાડી અને માંડવા સુધી લઈ જવામાં આવતા હતા.જેતે સમયે ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને ખબર પડે કે,હવે વરરાજો પરણવા માટે માંડવા તરફ જાય છે અને તેને જોવા બહાર આવતા હતા.હાલ સમય સાથે પરિવર્તન આવ્યું છે અને હવે ડીજેના તાલે વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવે છે.
શહેરમાં કેટલા ટકા વ્યાજબી
જનકભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, ગામડામાં વરઘોડો એક રિઝન છે, તો શહેરમાં વરઘોડો કેટલા અંશે એ સમજવું ખૂબ જરૂરી છે.શહેરમાં ટ્રાફિકના પણ અનેક પ્રશ્નો થતા હોય છે.શહેરમાં કેટલા ટકા વ્યાજબી છે તે સમજાતું નથી.