Home /News /amreli /Amreli: ખેડૂતોને તાલીમ આપવાથી લઇને પશુપાલકોને રકમ ચૂકવવામાં મોખરે છે અમર ડેરી

Amreli: ખેડૂતોને તાલીમ આપવાથી લઇને પશુપાલકોને રકમ ચૂકવવામાં મોખરે છે અમર ડેરી

અમર ડેરીમાં 907 દૂધ મંડળીઓ માંથી દૂધ ઉત્પાદન થાય છે

અમરેલી જિલ્લામાં આવેલી અમર ડેરીમાં અમુલ ગોલ્ડ .તાજા. ટી સ્પેશિયલ .સ્લીમ ટ્રીમ .છાશ. ઘી. દહીં અને લસ્સી તમામ પ્રોડક્ટ અમુલ બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવે છે

  • Hyperlocal
  • Last Updated :
  • Amreli, India
    Abhishek Gondaliya.Amreli : અમર ડેરીના ચેરમેન તરીકે હાલ અશ્વિન સાવલિયા અમર ડેરીનું સુકાન સંભાળી રહ્યા છેઅમર ડેરી દ્વારા નવતર તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.  શરૂ વર્ષમાં મધમાખી ઉછેર અંગે તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સાત દિવસની તાલીમમાં કુલ 248 વ્યક્તિ ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને ઓનલાઇન તાલીમ વર્ગની અંદર 140 ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી જેથી ખેડૂતો તાલીમ મેળવ્યા બાદ મધમાખીનો સહેલાઈથી ઉછેર કરી સ્વ નિર્ભર બની શકે ના મુખ્ય હેતુ સાથે તાલીમ આપવામાં આવી હતી.

    અમર ડેરીમાં દર મહિને 17.1 કરોડ રૂપિયા અને કુલ 204.12 કરોડ જેટલી માતબર રકમ દૂધ પેટે પશુપાલકોને ચૂકવવામાં આવે છે અમર ડેરીનું ટર્નઓવર જોઈએ તો વર્ષ 2021 22 માં રૂપિયા 305.94 કરોડ રૂપિયા થયેલું છે જેમાં કાચો નફો ઘસારા વગર 18 કરોડ એકવીસ લાખ રૂપિયા થયેલો છે તો ચોખ્ખો નફો 9કરોડ 60 લાખ રૂપિયા થયેલો છે 15% લેખે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. સાથે જ પોસ્ટ ઓફ મેનેજમેન્ટ પ્રતિ એક રૂપિયે 17  પૈસા ખર્ચ થયેલો છે તેવું ન્યુઝ 18 સાથે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા એ જણાવ્યું હતું. અમર ડેરીની અંદર દાણ ફેક્ટરી પણ આવેલી છે. દાણ ફેક્ટરી 300 મેટ્રિક ટન ઉત્પાદનની પ્રતિદિન કેપેસિટી ધરાવે છે. વર્ષ 2021 માં કુલ દાણ વેચાણ 15,603 મેટ્રિક ટન થયું હતું જેમાં અમર પાવર દાન ની કુલ પડતર કિંમત 1070 થાય છે જેમાંથી રૂપિયા 150 પ્રતિ બેગે સબસીડી આપવામાં આવે છે.

    અમર પાવર દાણ સબસીડી રૂપિયા એક કરોડ ૫૭ લાખની છે અમર ડેરી દ્વારા વેટનરી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.  જેમાં કુલ ચાર વેટનરી ડોક્ટર્સની ટીમો જિલ્લાના ચાર અલગ અલગ ઝોનમાં કાર્યરત છે. પશુ સારવાર કેમ્પ 964 કરાયા છે. આજ સુધીમાં સાથે જ પશુ સારવાર એટલે કે રસીકરણ 66,000 થી વધુ પશુઓમાં અમર ડેરી દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે.  ડેરી ફાર્મિંગ યુનિટમાં બાર દુધાળા પશુઓને સહાય યોજના વર્ષ 2018 19 થી યોજના શરૂ કરવામાં આવેલી છે કુલ 75 ડેરી ફાર્મિંગ કાર્યરત છે.  જેમાં 75 લાભાર્થીઓને બે કરોડ 63 લાખ રૂપિયા સહાય પેટે સબસીડી ચૂકવવામાં આવેલી છે.

    સાથે જ અમર ડેરીમાં હની ફાર્મ આવેલું છે કુલ 42 વીઘામાં 8000 અલગ અલગ હોવાથી આયુર્વેદિક અને અન્ય જાળ ઉછેરી ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં લીંબુડી 400 મગફળી 380 દાડમ 500 સીતાફળ 180 બોરડી 400 નારીયળી 155 ચીકુડી 280 સરગવા 100 ખારેક 110 નું વાવેતર પણ કરવામાં આવ્યું. ન્યૂઝ 18 સાથે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈએ વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયમાં દૂધના પ્રાઇવેટ વેપારીઓ માહી મિલ પ્રોડ્યુસર કંપની જેવી એજન્સીઓ દૂધ લેવાનું બંધ કરેલું પરંતુ અમર ડેરી દ્વારા એક પણ દિવસ દૂધ સ્વીકારવાનું બંધ કરેલું ન હતું જે લોકો અમર ડેરીના સભાસદો ન હતા અને પ્રાઇવેટ ફેરિયાઓ કે માહી મિલ્કમાં દૂધ ભરતા તે સભાસદો ખેડૂતોનું દૂધ ઉત્પાદન કરીને તમામ પશુપાલકોને આવક પૂરી પાડવાનું મહત્તમ કામ કરેલ હતું કોમેડી ની અંદર સુરત અને અમદાવાદ વાસીઓને ચાવંડ અને ભોરીંગરાજ ચેકપોસ્ટ સાથે વતન આવતા હતા જ્યારે જરૂરી 10000થી વધુ છાશના પાઉચ પણ આપવામાં આવ્યા હતા
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Dairy, Local 18, અમરેલી

    विज्ञापन
    विज्ञापन