વર્તમાન સમયમાં યુવાનો નોકરી પાછળ દોટ મુકી રહ્યાં છે. પરંતુ અમરેલીનાં માળીલાનાં ગીરીશભાઇએ નોકરી ઠુકરાવી પશુપાલન વ્યવસાય પસંદ કર્યો છે. શ્રેષ્ઠ ઓલાદની 12 જાફરાબાદી ભેંસ રાખી છે. જેમાંથી વર્ષે 30 થી 35 લાખની આવક મેળવી રહ્યાં છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલીનાં માળીલા ગામનાં ગીરીશભાઇ વાળાએ પીટીસી સુધીનો અભ્યાસ કર્યો હતો. પીટીસી કર્યા બાદ સરકારી નોકરી માટે પસંદગી થઇ હતી. પરંતુ ગીરીશભાઇએ સરકારી નોકરી ઠુકરાવી દીધી હતી અને પશુપાલનનો વ્યવસાય પસંદ કર્યો હતો. તેમજ ગામડામાં ખેતી કરવાનું પસંદ કર્યું હતું. ગીરીશભાઇ વાળાએ 12 જાફરાબાદી ભેંસ રાખી છે. એક ભેંસ વાર્ષીક ૩000 થી 4000 લીટર દૂધ આપે છે. વર્ષે 30 થી 35 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
લીટરનાં 60થી 80 રૂપિયા ભાવ મળી રહ્યાં છે.
ગીરીશભાઈ વાળાએ જણાવ્યું હતું કે, 100 વીઘા જમીન છે. સંયુક્ત કુટુંબ પરિવાર છે. તેમજ પ્રાકૃતિક ખેતી કરે છે. સાથે જ પશુપાલનના વ્યવસાય કરે છે. 12 જાફરાબાદી ઓલાદની શ્રેષ્ઠ ભેંસો રાખી છે.
આજે પ્રતિ લીટરે 60 થી 80 રૂપિયા દૂધનો ભાવ મળે છે. તેમજ 100 વીઘામાં મગફળી કપાસ સહિતના પાકનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે.
નોકરી ન કરવાનું કારણ
ગીરીશભાઈ વાળાએ જણાવ્યું હતું કે, મને પહેલેથી ગામડું પસંદ છે. ગામડામાં રહેવાથી સ્વચ્છ હવા, પાણી અને ખોરાક મળે છે.
જ્યારે શહેરમાં એ મળતો નથી. સાથે જ પશુપાલન વ્યવસાયમાં જેવો ખૂબ જ રસ ધરાવતા હોય છે.
તરણેતરના મેળામાં જેવો એક પાડાનો શ્રેષ્ઠ ઉછેર કરી એવોર્ડ મેળવ્યો છે. દૂધ ઉત્પાદનમાં અને શ્રેષ્ઠ ઓલાદો રાખવા બદલ જેવોને અનેક એવોર્ડ પણ મળ્યા છે.
નવી ટેકનોલોજીથી ખેત ઉત્પાદન વધે છે
ગીરીશભાઈ વધુમાં જણાવ્યું હતું કે, એક પશુ એક વીઘાના ઉત્પાદન એટલું જ દૂધ ઉત્પાદન આપે છે. પશુપાલન વ્યવસાયમાં મહેનત જરૂરી છે. હાલ કોઈને મહેનત નથી કરવી, જેના કારણે લોકો નોકરી કરવા શહેરી વિસ્તાર તરફ ફર્યા છે.
નવી નવી કૃષિને લઈને આવતી ટેકનોલોજીથી ખેત ઉત્પાદન વધે છે.વાર્ષિક દૂધ ઉત્પાદનમાં વર્ષે એક ભેંસ 3000 થી 4000 લીટર દૂધ આપે છે અને 30 થી 35 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. 15 થી 20 દિવસમાં જે ખાતર માં ઉપયોગ લઈ શકાય છે.