Abhishek Gondaliya, Amreli: બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો પરંપરિક ખેતી સિવાય ફળ અને ફૂલોની ખેતી કરી અને સફળતા મેળવે છે. અમરેલી જિલ્લામાં કપાસનું મુખ્ય વાવેતર થાય છે. તેનાથી થોડું જુદુ ફૂલોની ખેતી પણ ખેડૂત કરે છે. ગીરીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ફૂલોની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેમજ બાગાયત વિભાગ દ્વારા શ્રેષ્ઠ ખેડૂત આત્મા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
અમરેલીનાં નવા ગીરીયા ગામના ખેડૂત ગીરીશભાઈ જોકાણી છેલ્લા એક દસકા કરતા વધુ સમયથી ફૂલોની ખેતી કરી રહ્યા છે.
ફક્ત ફૂલોની ખેતી જ નહીં, પરંતુ તેના છૂટક વેચાણ દ્વારા તેમણે સમગ્ર પંથકમાં નામના અને આર્થિક સમૃદ્ધિ સહિતની ગૌરવ ભરી સફળતા મેળવી છે.
ગીરીશભાઈ આધુનિક ડબ્બે પોલો હાઉસ અને પારંપરિક ડબ્બે ફૂલોની ખેતી કરે છે. જેઓના ખેતરમાં દેશી વિદેશી ફૂલોની મહેક મહેકતી રહે છે. જેવો ગુલાબની મુખ્ય ખેતી કરે છે.
વિવિધ ફૂલો અને મોંઘા ફૂલની ખેતી કરે
ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, ખેતરમાં વિદેશી ફૂલો, ગુલાબ સહિતના ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિપ્સોફિલા નામના અતિમૂલ્યવાન અને મોંઘેરા ફૂલો પણ તૈયાર કરે છે.
આ ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ શણગાર કરવામાં આવે છે. ગુલાબ, બેબી, પિંક, સેવંતી, બિજલી, ગલગોટા તેમજ ગુલદસ્તાઓમાં વપરાતા લીલાછોડ કામિનીના મીની જંગલનું વાવેતર કર્યું છે.
10 ડાળીઓ સીઝનમાં 800 રૂપિયાના ભાવે મળે
ગીરીશભાઈએ વાવેલા ફૂલો પૈકીના જિપ્સોફિલાની એટલી બધી માંગ છે કે, આ ફૂલની 10 ડાળીઓ સીઝનમાં 800 રૂપિયાના ભાવે મળે છે. વર્ષોથી ફૂલોની ખેતી સાથે સંકળાયેલા ખેડૂત ફૂલોને સીધા વેચાણ અર્થે મૂકે છે.
બાગાયત અધિકારી જે.ડી વાળાએ જણાવ્યું હતું કે, ગીરીશભાઈ જોગાણીને તેમની ખેતી માટે બાગાયત વિભાગ દ્વારા શ્રેષ્ઠ ખેડૂત આત્માનું સન્માન કરવામાં આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Award, Gujarat farmer, Local 18