Home /News /amreli /Amreli: અનોખો વિરોધ, પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રી રામને પત્ર પાઠવ્યો, જાણો શું લખ્યું પત્રમાં?

Amreli: અનોખો વિરોધ, પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રી રામને પત્ર પાઠવ્યો, જાણો શું લખ્યું પત્રમાં?

X
પ્રતાપ

પ્રતાપ દુધાતે પેપર લીક મામલે અનોખો વિરોધ 

જુનિયર કલાર્કની પરીક્ષાનું ફૂટયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ઘટનાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સવારકુંડલનાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અયોધ્યામાં ભગવાન શ્રી રામને પત્ર પાઠવી રજુઆત કરી છે.

Abhishek Gondaliya, Amreli: ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યા બાદ સમગ્ર રાજ્યભરમાં વિદ્યાર્થીઓ સહિત લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે અયોધ્યા ભગવાન શ્રીરામને સંબોધી પત્ર લખ્યો છે.

પત્રમાં લખ્યું, આપનાં નામ પર સરકાર બની છે

પત્રમાં ઉલ્લેખ છે કે ,પ્રભુ આપને પાઠવવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે, ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર સરકાર શાસનમાં છે. ત્યારે ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો છે. ત્યારે ગુજરાતમાં બેરોજગાર યુવાનો જ્યારે પરીક્ષામાં પેપર આપવા જાય છે. એક પેપર નવ નવ વખત લીક થયા છે. સાવરકુંડલાના પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરને પત્ર લખ્યો.પ્રતાપ દુધાતે પેપર લીક થતા આજ રોજ પત્ર લખ્યો હતો.

ભગવાન રામને વિનંતી ભર્યો પત્ર લખ્યો

પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, કોઈ પણ પેપર આપવા જાય ત્યારે પેપર ફુટેલું હોઈ છે. 2014 થી આજ સુધી પેપર ફૂટ્યા છે.વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જાય છે.ત્યારે ભગવાન શ્રી રામે જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર આફત આવી છે. ત્યારે કોઈપણ રૂપ ધારણ કરી લોકોને બચાવવાનું કામ કર્યું છે. આપના નામ પર ચૂંટાયેલી સરકાર લોકતંત્રમાં નહિ માનતી આ સરકાર છે. ભગવાન શ્રી રામ લોકો યુવાનોને બચાવી શકો તો આપજ બચાવી શકો છો. જે વિનંતી કરતો પત્ર લખ્યો છે.
First published:

Tags: Amreli News, Letter, Local 18, Lord Ram

विज्ञापन