અમરેલી જિલ્લાનાં દરિયા કાંઠા વિસ્તારમાં પડેલા ભારે વરસાદનાં પગલે ખેડૂતોને નુકસાન થયું છે. પૂર્વ કૃષિ મંત્રીએ રજુઆત કરી યોગ્ય વળતર અને તટસ્થ સર્વે કરવાની માંગ કરી છે.
અમરેલી જિલ્લાનાં દરિયા કાંઠા વિસ્તારમાં પડેલા ભારે વરસાદનાં પગલે ખેડૂતોને નુકસાન થયું છે. પૂર્વ કૃષિ મંત્રીએ રજુઆત કરી યોગ્ય વળતર અને તટસ્થ સર્વે કરવાની માંગ કરી છે.
Abhishek Gondaliya, Amreli: તાજેતરમાં પડેલા કમોસમી વરસાદનાં પગલે પાકને નુકસાન થયું છે. અમરેલી જિલ્લાનાં અમરેલી, ધારી, ખાંભા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં ભારે નુકસાન થતા ખેડૂતોએ વળતર આપવા માંગ કરી છે.
પૂર્વ કૃષિ મંત્રીએ સહાય માટે કરી રજુઆત
પૂર્વ કૃષિ મંત્રી વી. વી.વઘાસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયા કાંઠા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદ પડવાને કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા ચણા, ઘઉં, રાયડો, ધાણા તેમજ બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને વધુ એક વખત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાક વરસાદને કારણે પલળી જવાથી માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળતા નથી. જેથી ખેડૂત માથે મોટી આફત આવી છે. ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે જેની રજૂઆત કરું છું. યોગ્ય વળતર અને તટસ્થ સર્વેની માંગ કરી અમરેલી જિલ્લાના ધારી, બગસરા, ખાંભા સહિતના તાલુકાઓમાં ખેડૂતોની જણસી પલળી જવાને કારણે મોટું નુકસાન થતાં પૂર્વ કૃષિ મંત્રી દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. સહાયની માંગ સાથે જ જેવો દ્વારા પંચોને સાથે રાખી અને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચી અને નુકસાની થયેલાનું યોગ્ય વળતર મળી રહે અને તટસ્થ સર્વે કરવા માંગ કરી છે.