Home /News /amreli /Amreli: કૂવામાં ખાબકેલા સિંહની મદદે આવ્યા હડતાલ પરના વનકર્મીઓ, હડતાલને સાઈડ કરી સિંહનો બચાવ્યો જીવ

Amreli: કૂવામાં ખાબકેલા સિંહની મદદે આવ્યા હડતાલ પરના વનકર્મીઓ, હડતાલને સાઈડ કરી સિંહનો બચાવ્યો જીવ

સિંહનું રેસ્ક્યુ કરવાની કામગીરી

સિંહનો જીવ બચાવવા માટે તમામ હડતાલને સાઈડ પર કરી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એનિમલ ડોક્ટર્સની ટીમ તેમજ ટ્રેકર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા

    Abhishek Gondaliya, Amreli: ધારી ગીર પૂર્વેના જસાધાર રેન્જના ખિલાવડ ગામ પાસે આવેલા વાડી વિસ્તારની અંદર સિંહ કુવામાં પડતા સિંહનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ વન વિભાગના વનકર્મીઓ હડતાલ ઉપર છે, છતાં એક સિંહનો જીવ બચાવવા માટે તમામ હડતાલને સાઈડ પર કરી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એનિમલ ડોક્ટર્સની ટીમ તેમજ ટ્રેકર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને ઊંડા કૂવામાં પડેલા સિંહને બહાર કાઢવાની કામગીરી વન વિભાગ દ્વારા તેમજ રેસક્યુ ટીમના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

    વન વિભાગને મળેલી માહિતી અનુસાર વન વિભાગના ઉચ્ચ કર્મચારીઓ ટ્રેકર તેમજ રેસ્ક્યુ ટિમ સાથે ખિલાવડ ગામના ખેડૂત પોપટભાઈ હીરપરાના કૂવા ત્રણ વર્ષનો સિંહ ખાબક્યો કૂવામાં પડતા પોહચી હતી. વન વિભાગના આર.એફ.ઓ અને ટ્રેકર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહને કુવાની અંદરથી બહાર કાઢવાની કામગીરી બે કલાક કરવામાં આવી હતી અને સિંહને પાંજરે પૂરવામાં આવ્યો હતો. સિંહનું રેસ્ક્યું કરી વન વિભાગ દ્વારા તેમના અન્ય ગ્રુપ સાથે મુક્ત કર્યોહતો.

    આ પણ વાંચો: દેવળીયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડતાં CCTV ફૂટેજ થયા વાયરલ

    હાલ ગીર વિસ્તારની અંદર આવેલા જંગલ વિસ્તાર તેમજ રેવન્યુ વિસ્તારની અંદર સિંહની અવરજવરો છે. જે વિસ્તારની અંદર હાલ એસઆરપીના જવાનો ફરજ બજાવી રહ્યા છે. અને વન કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, જે સંદર્ભે આજ રોજ ઘટનાની જાણ ટ્રેકર તેમજ વન વિભાગને થતા વન વિભાગનો કાફલો હડતાલનો ભાગ સાઇડ કરી અને સિંહનો જીવ બચાવવા માટે ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મોટી સંખ્યામાં ટ્રેકર તેમજ રેસ્ક્યુ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને સિંહને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આખરે સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Amreli News, Asiatic Lions, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन