Aravalli: અરવલ્લીમાં રાજકીય નેતાની ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે, ત્યાના સ્થાનિક લોકોએ નેતાની ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.
અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાગૃત યુવાનોએ રાજકીય નેતાની ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. અરવલ્લીમાં રાજકીય નેતા વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. આ મામલે ત્યાના સ્થાનિક લોકોએ નેતાની ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
નેતાજી ગાડી મુકીને ફરાર થઈ ગયા
રાજકીય નેતાની ગાડીમાંથી દારૂ પકડાતા નેતાજી ગાડી મુકીને ફરાર થઈ ગયા હતા. આમ, તો રાજ્યમાં દારૂબંધી છે અને કાલે વિધાનસભાની ચૂંટણી પણ છે. ત્યારે આવા સમયે દારૂ પકડાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ નેતા કોણ છે તે બાબાતે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી સમયે સ્થાનિક લોકોને જાણ થઈ હતી કે નેતાજી ગાડીમાં દારૂ લઈને આવી રહ્યા છે, તો સ્થાનિક લોકોએ નેતાજીની ગાડીને રોકીને મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રાજ્યમાં કાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે વોટ મેળવવા નેતાઓ દારૂનો સહારો લેતા જોવા મળ્યા છે. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. છતા પણ નેતાઓ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. કાયદા બનાવવા વાળા લોકો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાલે 14 જિલ્લામાં મતદાન થવાનું છે. ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર