Home /News /amreli /Amreli: સૌરાષ્ટ્રમાં પહેલીવાર સફરજનની ખેતી, અમરેલીના ખેડૂત દંપતી કરી રહ્યાં છે વિવિધ પ્રકારની ખેતી

Amreli: સૌરાષ્ટ્રમાં પહેલીવાર સફરજનની ખેતી, અમરેલીના ખેડૂત દંપતી કરી રહ્યાં છે વિવિધ પ્રકારની ખેતી

અમરેલીના આ ખેડૂત પોતાના ખેતરમાં વિવિધ પ્રકારની ખેતી કરી રહ્યાં છે

હવે ગુજરાતમાં પણ સસ્તા ભાવે સફરજન મળી રહેશે, કારણ કે અમરેલી જિલ્લાના એક સાહસિક ખેડૂતે પોતાની જમીન પર સફરજનની ખેતી શરૂ કરી છે.

    Abhishek Gondaliya Amreli:  વર્ષોથી ગુજરાતમાં મળતાં સફરજનના ભાવ 200 રૂપિયાથી ઉપર જ રહ્યો છે. સફરજન આટલા મોંઘા હોવા પાછળનું કારણ છે જમ્મુ કાશ્મીર, સીમલા સહિત ઠંડા પ્રદેશોમાં જ સફરજનની ખેતી થાય છે, આથી ત્યાંથી ઇમ્પોર્ટ કરીને સફરજન ગુજરાત પહોંચે ત્યારે તેની કિંમત તો વધે એ સ્વાભાવીક છે, પરંતુ હવે ગુજરાતમાં પણ સફરજન સસ્તામાં મળી શકે છે, કારણ કે અમરેલીમાં રહેતા એક ખેડૂતે સફરજનની ખેતી કરવાનો પ્રયોગ કર્યો છે અને એટલું જ નહીં તેમાં તેઓને સફળતા પણ મળી છે. આ ખેડૂતનું નામ છે સુરેશભાઇ કુંભાણી, જેઓએ પોતાના ગામ શેડુભાર ગામ ખાતે પ્રથમ વખત સફરજન ની ખેતી કરવાની શરૂઆત કરી છે.

    એક હેક્ટર જમીનની અંદર કરવામાં આવી સફરજન સહિત ફળની ખેતીની શરૂઆત

    અમરેલી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂતો દ્વારા પ્રદેશનું સ્થળ ગણાતું સફરજનની ખેતીની શરૂઆત કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના શેડુભાર ગામ ખાતે રહેતા સુરેશભાઈ કુંભાણીએ પોતાના એક હેક્ટર જમીનની અંદર ઓર્ગેનિક સફરજનની ખેતીની શરૂઆત કરવામાં આવી સાથે જ સુરેશભાઈ કુંભાણી દ્વારા ઓર્ગેનિક ખેતી સાથે સીતાફળ જામફળ સફરજન ચીકુ આમળા ની ખેતી ની શરૂઆત કરવામાં આવી.  સુરેશભાઈ કુંભાણી દ્વારા પોતાના એક હેક્ટર જમીનની અંદર ત્રણ મજૂરો અને સુરેશભાઈ અને તેમના પત્ની દ્વારા ખેતીની શરૂઆત કરવામાં આવી હતી જરૂરિયાત મુજબ મજૂર તરીકે ત્રણ વ્યક્તિઓનો સાથ લઈ અને ખેતી કરવામાં આવી હતી.

    પત્ની પણ કરે છે વિવિધ પ્રકારની ખેતી

    સુરેશભાઇના પત્ની દ્વારા ખેતર વાડી વિસ્તારની અંદર વાવવામાં આવેલા સરગવા નું વાવેતર કરે ઉત્પાદન મેળવવામાં આવ્યું હતું અને બજાર સુધી પહોંચાડવામાં તેઓનું યોગદાન રહ્યું હતું સાથે જ જેવોના પત્ની દ્વારા હાલ પોતાના નિવાસ સ્થાન ખાતે સરગવાના બીજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે સાથે જ સુરેશભાઈ ની વાત કરવામાં આવે તો સુરેશભાઈ દ્વારા અન્ય ધંધા સાથે જોડાયેલા હોય જેથી જેવો એ પોતાના વાડી માં સાથે આંતરિક પાક લેવાનું પણ શરૂઆત કરવામાં આવી હતી જેઓએ પોતાના વાડીની અંદર ટમેટા તેમજ અન્ય હળદર સહિતનું વાવેતર કરી અને આંતરિક પાક તરીકેનું ઉત્પાદન પણ મેળવવામાં આવ્યું હતું જેવો દ્વારા 1.50 લાખ સુધીનું આંતરિક પાક માંથી ઉત્પાદન લેવામાં આવ્યું હતું સાથે જ સુરેશભાઈને ખેત માં જામફળી નું બે પ્રકાર નું વાવેતર કરવા માં આવ્યું છે જેમાં સફેદ અને લાલા બને જામફળી ની જાત નું વાવેતર કરવાં માં આવ્યું છે અને સંપૂર્ણ ખેતી ઓર્ગેનીક થી કરવા માં આવી રહી છે. અને આવતા 3 વર્ષ માં જેઓ ની આવત 4 થશે જેઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Apple, અમરેલી, ખેડૂત

    विज्ञापन
    विज्ञापन