અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં વાવેરા ગામનાં ખેડૂત છેલ્લા પાંચથી ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે. તેમજ ઓર્ગેનિક ખાતર તૈયાર કરે છે. ખાતરનાં ઉપયોગનાં કારણે ચણામાં સુકારો આવ્યો નથી. વર્ષે 12 લાખ રૂપિયનું ઉત્પાદન મેળવે છે.
Abhishek Gondaliya, Amreli: ખેતી હવે મોંઘી થઇ રહી છે. રાસાયાણીક ખાતર અને દવાનાં ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે ખેતી મોંઘી થઇ રહી છે. હવે ખેડૂતો ઓછા ખર્ચની ખેતી તરફ વળી રહ્યાં છે. ઝીરો બજેટ ખેતી તરફ વળ્યાં છે. ગાય આધારીત ખેતી કરી રહ્યાં છે. ઓર્ગેનિક કરી ઝીરો બજેટની ખેતી કરી રહ્યાં છે. રાજુલા તાલુકાનાં વાવેરા ગામનાં ખેડૂત છેલ્લા પાંચથી ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે.
રૂપિયા 12 લાખથી વધુનું ઉત્પાદન થાય છે
રાજુલાનાં તાલુકાનાં વાવેરા ગામનાં બચુભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, 30 વીઘામાં પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. મે 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ગીર ગાય પણ રાખે છે. ગાયનું છાણ, ગૌમૂત્રમાંથી અર્ક અને ઓર્ગેનિક ખાતર તૈયાર કરે છે. ઓર્ગેનિક વસ્તુની માર્કેટમાં ખૂબ જ માંગ છે. ખેતરમાં ચણા અને ઘઉંનું વાવેતર કરાયું છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ મેળવી છે. વર્ષે 12થી 14 લાખનું ઉતપાદન થાય છે.
પ્રાકૃતિક ખેતીમાં ચણા અને ઘઉંનું વાવેતર કરાયું
એક ગાય 30 વીઘા ખાતર બનાવવા મદદરૂપ બને છે. ખેત ઉત્પાદન માટે યુરિયા અને અન્ય રાસાયણીક ખાતર અને દવાનાં વપરાશથી પર્યાવરણનું નુકસાન થાય છે. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો ઘરે બનાવવા ખૂબ સરળ છે. હાલ પ્રાકૃતિક ખેતીમાં ચણા અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગાય આધારિત ખેતીથી ચણામાં સુકારો રોગ આવ્યો નથી
જીવામૃત, ઘનામૃત, પંચતરણી અર્ક અને બ્રહ્માસ્ત્ર બચુભાઈ પોતાના ખેતરમાં બનાવે છે. ચણામાં પંચતરણી અર્કનો છંટકાવ છે. જેથી ચણામાં સુકારો રોગ આવ્યો નથી અને પાંચ વર્ષમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો નથી.
20 લીટર પાણીમાં દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને 24 કલાક રાખવું અને દિવસમાં બે વખત હલાવવું. આ દ્વાવણનો બીજ પર છંટકાવ કરવો અને બીજને છાંયડે સુકવવા. કંદને વાવતા પહેલાં આ દ્વાવણમાં બોળીને વાવી શકાય. રોપની ફોર રોપણી કરતી વખતે પણ તેના મૂળ આ દ્વાવણમાં બોળીને વાવી શકાય.