Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનો વાવેતર થયું છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નવા ચણાની આવક શરૂ થઈ છે. સાવરકુંડલા યાર્ડમાં 1340 મણ ચણાની આવક થઈ છે અને એક મણનાં આજે રૂપિયા 1022 ભાવ ઉપજ્યા હતાં. સાવરકુંડલા યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે.
સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. આજે ચણાનાં ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1022 રૂપિયા સુધી ચણાનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ચાલુ વર્ષે ચણાનો વધુ વાવેતર થયું છે. જેથી વધુ ઉત્પાદન થશે.
સાવરકુંડલા યાર્ડમાં 1022 રૂપિયા ભાવ મળ્યો
અમરેલી જિલ્લામાં શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણાનું સૌથી વાવેતર વધુ કર્યું છે. અને ખેડુત ને ચણા માં ખુબજ ઉતારો જોવા મળી રહીયો છે ચણાની આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે.
2100 મણ કપાસની આવક થઇ
માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. કપાસનાં મણનાં રૂપિયા 1642 ભાવ રહ્યો હતો. હાલો માર્કેટિંગ યાર્ડમાં કપાસનો સુધરતો ભાવ જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની 2100 મણની આવક થઈ હતી.તેમજ 600 મણ મગફળીની આવક થઈ હતી. આજે મગફળી મોટીનો ભાવ 1415 રૂપિયા રહ્યો હતો. મગફળીના ભાવમાં આજે વધારો થયો હતો.