Home /News /amreli /Amreli: ખેડૂતે પાનમાંથી પૈસા પેદા કર્યા; પાનમાંથી લાખો રૂપિયાની કામણી કેમ કરી? જાણો

Amreli: ખેડૂતે પાનમાંથી પૈસા પેદા કર્યા; પાનમાંથી લાખો રૂપિયાની કામણી કેમ કરી? જાણો

X
એક

એક કિલો સરગવાના પાંદડા નો ભાવ ₹1,000

અમરેલી જિલ્લાનાં વંડા ગામનાં જગદીશભાઇએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે ગામનાં લોકો તેને માનસિક વિકલાંગ કહેતા હતાં. આજે જગદીશભાઇ ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.સરગવાનાં પાનનો પાવડર બનાવી વેંચી રહ્યાં છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાનાં વંડા ગામના ખેડૂતે પાંદડા વેચી લાખોને કમાણી કરી છે.હા, વંડા ગામના ખેડૂત જગદીશભાઈ સાત વીઘા ખેતીમાં સરગવા અને લીંબુનું વાવેતર કર્યું છે. બન્નેમાં બાર માસ પાક આવે છે. જેથી ત્રણેય સિઝનમાં પાક મળતો રહે છે. જગદીશભાઇ દ્વારા સરગવાનો પાવડર બનાવી બજારમાં વેંચવામાં આવે છે અને એક કિલો પાવડરનાં એક હજાર રૂપિયા મળી રહ્યાં છે.

સરગવાની એક શીંગનાં 25 રૂપિયા મળે

વંડા ગામથી બેંગ્લોર, દિલ્હી અને કોલકાતામાં સરગવાની નિકાસ થાય છે અને એક શીંગનો ભાવ રૂપિયા 25 ખેડૂતને મળે છે. તેમજ ખેડૂતે સરગવાનો પાવડર બનાવી વેચવાની શરૂઆત કરી છે.

મોટી સંખ્યામાં લોકો પાવડર લેવા આવે છે

જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પોતે પ્રાકૃતિક ખેતી કરતા હતા. ત્યારે ગામમાં માનસિક વિકલાંગ વ્યક્તિ સાથે સરખામણી કરતા હતા. પોતે અડગ રહ્યા હતા.

અનેક રોગમાં ફાયદો કરે છે

સાત વીઘામાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. સરગવાના પાંદડા વા, સંધિવા, ડાયાબિટીસ તેમજ અન્ય રોગમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી લોકો અહીં પાવડર ખરીદવા માટે વંડા ગામ ખાતે આવે છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?,

શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?, તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો, આ રહ્યું અમારું મેઇલ આઇડી. abhishekgondaliya60@gmail.comઅમારો સંપર્ક નંબર 7284990974 જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો