Home /News /amreli /Amreli: ઉનાળું તલનું ફેબ્રુઆરીનાં પ્રથમ પખવાડિયામાં વાવેતર કરવું, આટલા થશે ફાયદા

Amreli: ઉનાળું તલનું ફેબ્રુઆરીનાં પ્રથમ પખવાડિયામાં વાવેતર કરવું, આટલા થશે ફાયદા

X
ચાલુ

ચાલુ વર્ષે તલ ના ભાવ આસમાને પોહચ્તા ખેડુત કરશે ઉનાળુ તલ નું વાવેતર 

સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ઉનાળું તલનું વાવેતર કરવાની તૈયરી કરી રહ્યાં છે. ફેબ્રુઆરીનાં પ્રથમ પખડવાડિયામાં તલનું વાવેતર કરવું હિતાવહ છે. તેમજ ચોમાસું તલ કરતા ઉનાળું તલનું વધુ ઉત્પાદન થાય છે.

Abhishek Gondaliya, Amreli: તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે. તલ એ ટૂંકાગાળાનો પાક છે. તલ મુખ્ય પાક તરીકે, મિશ્રપાકઅને આંતરપાક તરીકે સફળતાથી લઈ શકાય છે. પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જયાં પિયતની સગવડ છે, ત્યાં છેલ્લા થોડા વર્ષોથી ઉનાળુ તલનાં વાવેતરમાં વધારો થયો છે.

ઉનાળામાં તલનું બમણું ઉત્પાદન મળે

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉનાળુ તલનું ઉત્પાદન ચોમાસુ તલ કરતાં લગભગ દોઢથી બમણું મળે છે. કારણ કે ઉનાળુ ઋતુમાં તમામ ખેતીકાર્યો યોગ્ય સમયે કરી શકાય છે. આ ઉપરાંત ઉનાળામાં અનુકૂળ તાપમાન, સૂર્યપ્રકાશના વધુ કલાકો, પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર વગેરે જેવા સાનુકૂળ પરિબળોને કારણે તેમજ રોગ-જીવાતના ઓછા, નહિવત્ત ઉપદ્રવને કારણે ઉનાળુ ઋતુમાં તેલનું વધુ ઉત્પાદન મળે છે.



ઉનાળું તલનું વાવેતર ક્યારે કરવું જોઇએ ?

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તલનું વાવેતર ઠંડી ઓછી થયે ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં કરવું હિતાવહ છે. વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો થાય છે અને છોડનો વિકાસ ધીમો રહેવાથી ઉત્પાદન ઓછું મળે છે. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ ચાલુ થઈ જવાની શકયતા રહે છે, જેની માઠી અસર થાય છે.તેમજ શ્રેસિંગ, ગ્રેડિગ અને પેકિંગ કરવાનો સમય પૂરતો રહેતો નથી.

જમીનની પસંદગી અને તૈયારી

તલના પાકને રેતાળ, હલકી, મધ્યમ કાળી, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ આ પાકને ક્ષારયુકત, ભામિક તેમજ ભારે કાળી અને ઓછા નિતારવાળી જમીન માફક આવતી નથી. આગળની ઋતુના પાકના અવશેષો વીણી, આડી ઊભી ખેડ કરી મારી જમીન સમતલ અને ભરભરી બનાવવી. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ 8 થી 10 ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું. જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધારે છે, ભેજસંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધે છે.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

विज्ञापन