Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના ખેડૂતો દિન પ્રતિદિન પોતાની નવીન ટેકનોલોજી ને આધારે આધુનિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લા ની અંદર હવે અનેક પ્રકારની ખેતીઓ જોવા મળી રહી છે ત્યારે આજે કુકાવાવ તાલુકાના બરવાળા બાવીસી ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા રજનીભાઈ દ્વારા નેટ હાઉસ કરી ખેતી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. રજનીભાઈને નેટ હાઉસની ખેતી વિશે પોતાના મિત્રો ઇઝરાયેલ ગયા હતા અને જેવો દ્વારા ઇઝરાયેલી ખેતી નેટ હાઉસ વિશે તમામ પ્રકારની માહિતી રજનીભાઈએ લીધી હતી ત્યારબાદ જેવો દ્વારા દસ વર્ષ સુધી ગ્રીનહાઉસ કરી અને ખેતી પણ કરવામાં આવી હતી.
રજનીભાઇ દ્વારા ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે જેવો દ્વારા 4000 ચોરસ મીટર ની અંદર હાલ આ નેટ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે સામાન્ય ખેતીની અંદર કાકડીનું એક હેક્ટરે જે ઉત્પાદન મળે છે એનાથી વધારે આ નેટ હાઉસમાં દસ ગણું ઉત્પાદન મળે છે એક હેક્ટરે 30 થી 50 ટન સુધીનું આ કાકડી નું ઉત્પાદન મળી રહ્યું છે નેટ હાઉસના બે પ્રોજેક્ટ હોવાને લઈને જેવો આ વર્ષે ઓછામાં ઓછું 60 થી 70 ટન જેટલી કાકડીનું ઉત્પાદન મળશે.
40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એ કાકડીનો ભાવ મળી રહ્યો છે
ઇઝરાયેલી નેટ હાઉસ ની ખેતી દ્વારા આ કાકડીનું ખૂબ જ ઉત્પાદન મળી રહે છે જેમાં તમામ પ્રકારની મેન્ટેનન્સ ની કામગીરી નેટ હાઉસ ની અંદર રજનીભાઈ દ્વારા કરવામાં આવે છે વાતાવરણ અનુકૂળ બનાવવા માટે ફુવારા ડ્રીપ એરીગેશન સહિતની તમામ આધુનિક ખેતી કરવામાં આવે છે અને 60 ટનથી વધુ કાકડીનું ઉત્પાદન મળશે જેવું રજનીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે આશરે 22 થિ 23 લાખ સુધી નું આ નેટ હાઉસ માંથી ઉત્પાદન મળી રહેશે.
નેટ હાઉસ માં કુલ 22 થિ 24 લાખ સુધી નો ખર્ચ કરવા માં આવ્યો ખેડૂત રજનીભાઇ દ્વારા પોતાના ખેતરની અંદર નેટ હાઉસ બનાવવા માટે 22 થી 23 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેમાંથી 17 લાખ જેટલી સહાય અમરેલી બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને જેવો દ્વારા આ પ્રોજેક્ટને અપનાવી અને લાખો રૂપિયાની કમાણી કાકડી માંથી કરવામાં આવી હતી હાલ જેવો દ્વારા ખૂબ મહેનત કરી અને આધુનિક ખેતી અપનાવી અને વધુમાં વધુ આવક પ્રાપ્ત કરવાના અને વધુમાં વધુ ટેકનોલોજી અપનાવી ખેતી કરવાના અભિગમ અપનાવી રહ્યા છે