એક જામફળનું વજન 700 ગ્રામ જેટલું રેડ ડાયમંડમાં મળી રહે છે
અમરેલી જિલ્લાનાં વીરપુર ગામનાં ખેડૂત જુદા જુદા બાગાયતી પાકની કલમો તૈયાર કરે છે. વીરપુરનાં ખેડૂત મનસુખભાઇએ રેડ ડામમંડ અને તાઇવાન જામફળની કલમ તૈયારી કરી છે અને તેનું વેચાણ કરી રહ્યાં છે. વર્ષે લાખોની કમાણી કરી છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં ખેડૂત જામફળની કલમો તૈયાર કરે છે. વીરપુર ગામના મનસુખભાઈએ રેડ ડાયમંડ અને તાઈવાન પિંક જામફળની કલમ તૈયાર કરી છે. કલમો વેચી ખેડૂત લાખોની કમાણી કરે છે. મનસુખભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, જેવો એમ.એ.બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાની 16 વીઘા જમીન પૈકી 5 વીઘા બગાયત પાકનું ઉત્પાદન મેળવે છે. બે વીઘામાં તાઇવાનની 2000 કલમ તૈયાર કરાય છે. 200 થી વધારે રેડ ડાયમંડ જામફળની કલમ તૈયાર કરાય છે. પોતે જાતે જ તમામ કલમ તૈયાર કરી અને વેચે છે. બાગાયતી પાકમાં વાર્ષિક પાંચ લાખથી વધુનું ઉત્પાદન મેળવે છે.
રક્ત ચંદનની કમલ તૈયાર કરી
મનસુખભાઈ જણાવ્યું હતું કે, રક્ત ચંદનની કલમ તૈયાર કરે છે. તેમજ મહોગની, આફ્રિકન સાગની પણ કલમ બનાવે છે. બાગાયતી પાકની શરૂઆતના સમયે પોતાની પાસે પૈસા ન હોવાથી અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા મેળવી અને શરૂઆત કરી હતી.
આંબાની કલમમાંથી 50 હજારથી વધુની આવક
પાંચ વીઘામાં જામફળ, સીતાફળ, ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મેળવે છે. આંબાની કલમ થકી 50 થી 60 હજારની આવક થાય છે. જામફળમાંથી 75 હજારથી વધુની આવક મેળવે છેp મિશ્ર પાક તરીકે તમામનું ઉત્પાદન મેળવી પાંચ લાખથી વધુની આવક મેળવે છે.
ખેડૂતોએ આ સલાહ આપી
મનસુખભાઈ જણાયું હતું કે, ખેડૂત મિત્રોએ ત્રણેય સીઝનમાં સરળતાથી ઉત્પાદન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ત્રણેય સિઝનમાં જામફળ, સીતાફળ, ડ્રેગન ફ્રુટ તેમજ અન્ય બાગાયતી પાક વાવવાથી રોકડિયા પાક તરીકે ઉત્પાદન લઈ શકાય છે.