સાવરકુંડલનાં વંડાનાં ખેડૂત જગદીશભાઇ તળાવિયા હળદરની ખેતી કરી રહ્યાં છે. બાદ હળદર દળીને પાવડર બનાવે છે. પાવડરનાં પેકીંગ કરીને વેચાણ કરે છે. એક કિલો હળદરનાં 230 રૂપિયાથી લઇને 500 રૂપિયા સુધીનાં ભાવ મળે છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના ખેડૂત જગદીશ ભાઈ બાબુભાઇ તળાવિયા આત્મનિર્ભર ખેડૂત બન્યા છે. અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત જગદીશભાઈ એ ખેતીક્ષેત્રે નવો ચીલો ચાતરીને સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતી દ્વારા હળદરની ખેતી કરી છે. ખેડૂત જગદીશએ સફળતા મેળવી છે.
એક કિલો હળદરનો 230 રૂપિયા થી લઇ 500 રૂપિયા મળ્યાં
લીલી હળદરની ખેતી કરતા સાવરકુંડલા તાલુકાના વંડા ગામના ખેડૂત જગદીશ ભાઈ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી, જાતે જ શેલમ હળદર દળવાની શરૂઆત કરી છે.
શેલમ હળદરની ખેતી અને તેને દળવા સહિતની સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ચાર વર્ષથી લીલી હળદરની ખેતી કરે
જગદીશ જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી લીલી હળદરની ખેતી કરુ છું. ખેતરમાં જીવામૃત, ઘનામૃત, અને છાણીયા ખાતરનો ઉપયોગ કરું છું.
હળદરનું દર વર્ષે કરતા ચાલુ વર્ષે વધુ ઉત્પાદન મળ્યું છે. તેમજ ખેતરમાં જ હળદર દળવામાં આવે છે. અને તેનો પાવડર બનાવવામાં આવે છે.
14 વીઘામાં કર્યું હતું હળદરનું વાવેતર
હળદરની ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક, સજીવ ખેતી કરી છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં વધારો થાય છે. એક વીઘામાં 20 થી 25 મણનું ઉત્પાદન મળે છે. માર્કેટમાં ભાવ સારા મળવાથી 10 લાખનું ઉત્પાદન મળ્યું છે.