રાજુલાનાં ખેડૂત લાલજીભાઇ કકડિયા છેલ્લા 3 વર્ષથી ગાય આઘારિત ખેતી કરી રહ્યાં છે. પરિણામે ઓછો ખર્ચ થઇ રહ્યો છે. ઝીરો બજેટમાં લાખોની કમાણી કરી રહ્યાં છે. ઓર્ગેનિક જુવારનાં એક મણનાં 1500 રૂપિયા મળી રહ્યાં છે.
Abhishek Gondaliya, Amreli: રાજુલાનાં ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે. ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો વળ્યાં છે. જેના કારણે ખેતીમાં ખર્ચ ઘટયો છે. ઝીરો બજેટ ખેતી કરી રહ્યાં છે. ઓર્ગેનિક જુવારનું વાવેતર કર્યુ છે. એક વીઘામાંથી 30 મણ જેટલું ઉત્પાદન થશે. એક મણનાં 1500 રૂપિયા ભાવ મળી રહ્યાં છે.
રાજુલાનાં લાલજીભાઈ કકડિયાએ જણાવ્યું હતું કે, 11 વીઘામાં 6 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. લાલજીભાઈએ 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ગીર ગાય પણ રાખે છે. ગાયનું છાણ ગૌમૂત્રમાંથી અર્ક અને ઓર્ગેનિક ખાતર તૈયાર કરે છે. ઓર્ગેનિક વસ્તુની માર્કેટમાં ખૂબ જ માંગ છે. ખેતરમાં ચણા અને ઘઉંનું વાવેતર કરાયું છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ મેળવેલ છે. વર્ષે 10 લાખનું ઉત્પાદન થાય છે.
પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક જુવારનું વાવેતર કર્યું છે
એક ગાય 30 વીઘા ખાતર બનાવવા મદદરૂપ બને છે. ખેત ઉત્પાદન માટે યુરિયા અને અન્ય રાસાયણીક દવાથી પર્યાવરણનું નુકસાન થાય છે. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો ઘરે બનાવવા ખૂબ સરળ છે.
ઓર્ગેનિક જુવારનો ભાવ 1500 પ્રતિમણે મળે છે
જીવામૃત, ઘનામૃત, પંચતરણી અર્ક અને બ્રહ્માસ્ત્ર લાલજીભાઈપોતાના ખેતરમાં બનાવે છે. જુવારમાં પંચતરણી અર્કનો છંટકાવ કરે છે. એક વીઘામાં 6 કિલો જુવારનું વાવેતર કર્યું છે. ઓછું વાવેતર કરવાથી ઉત્પાદન વધે છે.
ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ ધરાવે છે
લાલજીભાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને આ જુવાર કે મારા અન્ય પાકની લેબોરેટરી કરવી શકે છે. હું તમામ પ્રકારીની ખેતી ઓર્ગેનિક કરું છું અને મને સામાન્ય માર્કેટ કરતા વધુ ભાવ અને ઉત્પાદન મળે છે .
11 વીઘામાં જુવારનું વાવેતર કર્યુ, વીધે 30 મણ ઉત્પાદન થશે
લાલજીભઇએ ઓર્ગેનિક જુવારનું વાવેતર કર્યું છે. એક વીઘે 30 મણનું ઉત્પાદન થશે. કુલ 300 થી 350 મણનું ઉત્પાદન થશે. મણનાં 1500 રૂપિયા મળે છે. કુલ 4.5 લાખની આવક થશે.