Home /News /amreli /Amreli: ચાર ગાય રાખી 75 વીઘામાં ખેડૂત કરે છે ઓર્ગેનિક ખેતી, આટલા લાખની કમાણી કરે છે 

Amreli: ચાર ગાય રાખી 75 વીઘામાં ખેડૂત કરે છે ઓર્ગેનિક ખેતી, આટલા લાખની કમાણી કરે છે 

X
અમરેલી

અમરેલી જિલ્લાનાં ગણેશગઢમાં ખેડૂત 75 વીઘામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. ઓર્ગેનિક ખેતી માટે ચાર ગાય રાખી છે. વર્ષે 21 લાખનું ઉત્પાદન મેળવે છે. એટલું જ નહી ખેતરમાં સીસીટીવી કેમેરા પણ રાખ્યાં છે. 

અમરેલી જિલ્લાનાં ગણેશગઢમાં ખેડૂત 75 વીઘામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. ઓર્ગેનિક ખેતી માટે ચાર ગાય રાખી છે. વર્ષે 21 લાખનું ઉત્પાદન મેળવે છે. એટલું જ નહી ખેતરમાં સીસીટીવી કેમેરા પણ રાખ્યાં છે. 

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં ખેડૂત હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ઓર્ગેનિક ખેતી કરવાથી ખેડૂતોના ઉત્પાદનમાં વધારો પણ થાય છે અને ઓર્ગેનિક જણસીના ભાવમાં વધારો પણ જોવા મળે છે. ઇશ્વરભાઇ રાઠવા ગણેશગઢ ગામની સમીમાં 75 વીઘામાં ઓર્ગેનિક ખેતી કરે છે.



આટલા લાખનું ઉત્પાદન મળશે
ઇશ્વરભાઇ રાઠવા જણાવ્યું હતું, કે, મેં ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ જ ઉંમર 36 વર્ષની છે. આ યુવા અવસ્થામાં 75 વીઘામાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ચાર ગીર ગાય રાખવામાં આવે છે આ ગીર ગાયના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે.75 વીઘામાં 21 લાખ સુધીનું ઉત્પાદન મળશે.


ધાન્ય પાકનું વાવેતર કરે છે
ઇશ્વરભાઇ દ્વારા મગફળી જુવાર ચણા અડદ તેમજ અન્ય ધાન્ય વર્ગોનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે ઓર્ગેનિક ખેતી થકી 21 લાખ સુધીનું ઉત્પાદન મળશે. ઓર્ગેનિક વસ્તુની માંગ વધુ હોવાને લઈને સારો ભાવ મળી રહ્યો છે.

75 વીઘામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
ક્યાડા ફાર્મ તરીકે ઓળખાતા 75 વીઘામાં ચાર ગીર ગાય થકી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતીમાં પાકને મૂળ સુધી ઘન જીવામૃત, જીવામૃત પહોંચાડવામાં આવે છે. ખાટી છાશ, ગોળ તેમજ પંચતત્રરણી અર્ક જીવામૃત, ઘન જીવામૃત બનાવવામાં આવે છે અને જેનો છંટકાવ અને મૂળ સુધી ખાતર તરીકે અને દવા તરીકે આપવામાં આવે છે.
First published:

Tags: Amreli News, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો