Home /News /amreli /Amreli: ફૂલની ખેતીએ આ ગામનાં ખેડૂતને બનાવ્યા લખપતિ, જાણો કેવી રીતે ઉગાડ્યા વિદેશી ફૂલો

Amreli: ફૂલની ખેતીએ આ ગામનાં ખેડૂતને બનાવ્યા લખપતિ, જાણો કેવી રીતે ઉગાડ્યા વિદેશી ફૂલો

બેન્ગ્કોંગ ના જિફ્સોફિલિયા ફૂલ ની ગિરિયા ગામ માં ખેતી કરવા માં આવે છે

કલકત્તા બેંગ્લોર અને બેંગકોંગથી ફૂલ લાવી અને અમરેલીના ગીરીયા ગામના ખેડૂત પોતાના ખેતરની અંદર ગ્રીનહાઉસ દ્વારા ખેતી કરી કમાણી કરી રહ્યા છે, જેમાં જીફસોફેલીયા તેમજ ડચરોઝ ની સૌથી વધુ પ્રતિકોલો ભાવ આવે છે, 10 ડાળીની કિંમત 400 થી 1000 સુધીની હોઈ છે 

વધુ જુઓ ...
    Abhishek Gondaliya, Amreli, આજનાં ટેક્નોલોજીનાં યુગમાં ખેડૂતો પણ પ્રગતિશીલ બન્યા છે, આજનો ખેડૂત સીઝનલ ખેતીની સાથે અન્ય પાક લઈને સારી એવી કમાણી કરી રહ્યો છે, આવા જ એક ખેડૂત અમરેલી જિલ્લાનાં ગીરીયા ગામમાં રહે છે, જેઓએ વિદેશી ફૂલોને સૌરાષ્ટ્રની ધરતી પર ઉગાડ્યા છે, એટલું જ નહીં આ ખેડૂતને પોતાની 17 વીઘાની જમીન પર ફૂલોની ખેતીથી લાખો રૂપિયાની આવક પણ થઇ રહી છે. તો આવો જાણીએ કોણ છે આ ખેડૂત અને કેવી રીતે તેઓ આ વિદેશી ફૂલોની ખેતી કરી રહ્યા છે.


    અમરેલીનાં છેવાડે ગીરીયા ગામ આવેલું છે, આ ગામમાં રહેતા ખેડૂત ગિરીશભાઈ જોગાણી ને કારણે ખુબ જ ચર્ચામાં છે, કારણ કે ગિરીશભાઈએ એવુ કામ કરી બતાવ્યું જે આ વિસ્તારનાં ખેડૂtતોe ક્યારેય વિચાર્યું પણ ન હતું, ગિરિશભાઈએ પોતાના 17 વીઘાની જમીન પર ફૂલોની ખેતી શરુ કરી છે. એ પણ સામાન્ય ફૂલો નહીં પરંતુ વિદેશી ફૂલો, શરૂઆતમાં અન્ય ખેડૂતો ગિરીશભાઈને સલાહ આપતા કે આવી ખેતી આપણા ખેતરમાં ન ઉગે પરંતુ ગિરીશભાઈએ આ અંગે ખેતી વિભાગમાં માહિતી મેળવી અને પછી આ પ્રયોગ કર્યો. પરિણામ સ્વરૂપે આજે તેઓ ફૂલોની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.



    ગિરીશભાઈની ઉંમર 45 વર્ષની છે જેવો પોતે અને પોતાના ઘર પરિવાર સહિત 12 માણસો આ ફૂલ છોડની ખેતી સાથે સંકળાયેલા છે. ગિરીશભાઈએ પોતાના ખેતરમાં વિદેશથી પણ ફૂલ છોડના રોપા લાવવામાં આવ્યા છે. અમરેલીનાં લોકો દૂર દૂરથી ખાસ આ ફૂલ જોવા અને ખરીદી કરવા આવી રહ્યા છે.



    કારનેસેલ ગુલાબ, સ્વદેશી ગુલાબ તેમજ વિવિધ પ્રકારના રંગીન ગુલાબની ખેતી કરવામાં આવે છે સાથે જ વિદેશી ફૂલમાં જોઈએ તો જીફ્સોફિલિયા નામના ફૂલની પણ અમરેલી ખાતે ગ્રીનહાઉસ કરી અને ફૂલની ખેતી કરવામાં આવે છે, ડચ રઝ તેમજ વિવિધ રંગબેરંગી ગર્લ તેમજ અનેક પ્રકારના ફૂલ છોડની ખેતી કરવામાં આવે છે.


    વિદેશી ફૂલોની હજારો રૂપિયાના કિલોના ભાવમાં વેચાણ કરવામાં આવે છે. આ વિદેશી જીફ્સોફિલિયા નામના ફૂલ કલકત્તા, બેંગ્લોર અને બેંગકોકથી મંગાવવામાં આવે છે. ગિરીશભાઈમાળીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે જેથી અનેક વખત વિદેશ પ્રવાસે જતા જોઓના નજરમાં વિદેશી ફૂલ આવતા પોતાના મનની અંદર સંકલ્પ કરી અને પોતાના ખેતરમાં વાવવાનું નક્કી કર્યું, ત્યારબાદ વિમાન મારફતે વિદેશી ફૂલોનાં રોપા ઘરે લઇ આવ્યા અને પોતાના ખેતરે ગ્રીનહાઉશ તૈયાર કર્યું.જિફ્સોફિલિયા નામના ફૂલની 10 ડાળીના 400 રૂપિયાથી લઈ ₹1,000 સુધીનો ભાવ આપી અને લાવવામાં આવે છે સાથે જ અહીંથી અનેક વિસ્તાર જેવા કે સૌરાષ્ટ્ર તેમજ અન્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ નિકાસ કરવામાં આવે છે.


    ગીરીશભાઈ પોતાના ખેતરની અંદર 25 થી વધુ પ્રકારના અલગ અલગ ફૂલ છોડની ખેતી કરવામાં આવે છે જેવો પોતાના ખેતીની અંદર 8 થી 10 વ્યક્તિને રોજગારી પણ આપે છે સાથે અમરેલી શહેરમાં આશીર્વાદ ફુલહાર નામનો શોરૂમ પણ ધરાવે છે અને જેવો લગ્ન પ્રસંગની સિઝનમાં તેમજ અન્ય સીઝનમાં તમામ પ્રકારના ગુલદસ્તા ફૂલહાર સહિતનું વેચાણ કરે છે. આ ખેતી અને ફૂલ છોડના વેચાણથી જેવો વાર્ષિક 20 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.
    First published:

    Tags: Amreli News, Flowers, Gujarat farmer

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन