Home /News /amreli /Amreli: આ પદ્ધતિથી બનાવો જીવામૃત, ખેતીમાં થશે અનેક ફાયદા

Amreli: આ પદ્ધતિથી બનાવો જીવામૃત, ખેતીમાં થશે અનેક ફાયદા

X
જીવામૃત

જીવામૃત થી સૌથી વધુ ઉત્પાદન લઈ શકાય છે

હવે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થયા છે. તેમજ પોતાની જાતે જીવામૃત બનાવે છે. જીવામૃતથી ખેતીમાં ફાયદો થાય છે. માત્ર એક ગાયથી 30 એકરમાં ગાય આધારિત ખેતી કરી શકાય છે. જીવામૃત બનાવવાની પદ્ધતિ સરળ અને બિનખર્ચાળ છે.

Abhishek Gondaliya, Amreli: દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત મુખ્ય ભાગ ભજવે છે. પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આધાર સ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત,આચ્છાદન, ભેજ, જંતુનાશક સ્ત્રોતનો સમાવેશ થાય છે. મુખ્ય સ્તંભ સાથે ખેતી કરવામાં આવતા તો ઉત્પાદનમાં વધારો થાય છે.

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી

પ્રાકૃતિકના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી, પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે બનાવવામાં આવે છે,જે સુભાષ પાલેકર ખેતી તરીકે ઓળખાય છે.

પ્રાકૃતિક ખેતીથી ફાયદા

ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.એક દેશી ગાયના ગોબર, ગૌમુત્રથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે. નહિવત ખર્ચ, વધારે ઉત્પાદન, સારા ભાવ મળતા હોય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ અને સંવર્ધન થાય છે અને ગામ અને દેશનું સ્વાલંબનું નિર્માણ થાય છે.

જીવામૃત તૈયાર કરવા માટેની રીત

10 લિટર દેશી ગાયનું ગૌમુત્ર, 10 લીટર દેશી ગાયનું તાજું છાણ લેવાનું. ઝાડ નીચે અથવા શેઢાપાડા વાડીની માટી એક કિલો, એક કિલો દેશીંગોળ,1 kg કોઈ પણ દાળનો લોટ લેવાનો, 200 લીટર જેટલું પાણી ભરેલું ડ્રમ લેવાનું, ગૌમૂત્ર, ગોળ, ગાયનું છાણ, માટી સહિતની સમગ્ર સામગ્રી ડ્રમમાં નાખવાની, 200 લીટર પાણીથી સંપૂર્ણ ડ્રમ ભરી દેવાનું ત્યારબાદ ડ્રમને છાયડે રાખવાનું સવાર,સાંજ બે વખત પાંચ-પાંચ મિનિટ નાખેલા પદાર્થને લાકડી વડે હલાવવાનો, ઉનાળામાં બે થી ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયે જીવામૃત તૈયાર થાય છે. જીવામૃત તૈયાર થયા પછી 15 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

જીવામૃત વાપરવાની રીત

એક હેક્ટરમાં 200 લીટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું . ઉભા પાક પર છટકાવ કરવો જોઈએ.
First published:

Tags: Amreli News, Farmers News, Local 18, Production