Home /News /amreli /Amreli: ચૂંટણી કર્મચારીઓને તો જલસા, બોટમાં બેસી પહોંચ્યા ટાપુ પર, જુઓ વીડિયો

Amreli: ચૂંટણી કર્મચારીઓને તો જલસા, બોટમાં બેસી પહોંચ્યા ટાપુ પર, જુઓ વીડિયો

X
જાફરાબાદ

જાફરાબાદ થિ શિયાલબેટ ટાપુ પર અધિકારી સુરક્ષા કર્મી ઓ વહાન દ્વારા રવાના 

અમરેલી જિલ્લામાં દરિયાની વચ્ચે આવેલા શિયાળબેટ પર મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. અહીં બોટની મદદથી ઈવીએમ અને કર્મચારીઓ પહોંચ્યા હતા.

    Abhishek Gondaliya. Amreli: અમરેલી જિલ્લો સમુદ્ર કિનારો આવેલો છે. અહીં સમુદ્રની વચ્ચે શિયાળબેટ ટાપુ આવેલો છે.શિયાળબેટ ટાપુ ઉપર માનવ વસવાટ છે.અહીં દરેક ચૂંટણીમાં મતદાન થાય છે. ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે. વિધાનસભાની ચૂંટણીને લઈ મતદાન થનાર હોય શિયાળબેટ પર તમામ તૈયારી કરવામાં આવી છે.  બોટની મદદથી અહીં ઈવીએમ અને કર્મચારી પહોંચી ગયા છે.

    વિધાનસભાની ચૂંટણીને લઈ ગણતરીનો સમય બાકી છે. ત્યારે મતદાન મથક પર ચૂંટણી સાહિત્ય, ઈવીએમ, કર્મચારીઓ રવાના થઇ ગયા છે. અમરેલીના શિયાળબેટ ઉપર યોજનારી ચૂંટણીને લઈ વહાણ દ્વારા ઈવીએમ અને કર્મચારીને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.તેમજ પોલીસ કર્મચારીઓ સહિતના કર્મચારી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.કાલે અહીં મતદાન થશે.



    શિયાળબેટ પર 4,757થી વધુની વસ્તી


    અરબી સમુદ્રમાં આવેલા ટાપુ પર ચૂંટણી યોજાશે.આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈ તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. શિયાળબેટ ઉપર 4,757થી પણ વધુ લોકો વસવાટ કરે છે. અહીં દરેક ચૂંટણીમાં મતદાન થાય છે.



    શિયાળબેટમાં 832 જેટલા મકાન


    શિયાળબેટ પર અવરજવર કરવા માટે વહાણ અથવા હોળીનો ઉપયોગ કરાય છે. શિયાળબેટ ઉપર માનવ વસવાટ હોવાના કારણે અહીં ચૂંટણી યોજાય છે.શિયાળબેટ ગામમાં 75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયું છે. જેમાં 832 જેટલા મકાનો આવેલા છે.આ શિયાળબેટ ગામના લોકો મોટાભાગના માછીમારી સમુદાયના છે.



    અહીં તમામ પ્રકારની સુવિધા


    શિયાળબેટનું મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી.અહીં તમામ પ્રકારની સુવિધા છે.સ્થાનિક લોકો જાફરાબાદ અને રાજુલા વિસ્તાર સાથે જોડાયેલા છે.અહીં લાંબા સમય બાદ પીવાનું પાણી અને લાઈટ પહોંચી છે.


    First published:

    Tags: Local 18, અમરેલી, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन