Home /News /amreli /અમરેલીઃ મીતીયાળા ગામમાં ફરી ભૂકંપે લોકોને ધ્રૂજાવ્યા, શા માટે ગામમાં વારંવાર આવી રહ્યા છે આંચકાં?

અમરેલીઃ મીતીયાળા ગામમાં ફરી ભૂકંપે લોકોને ધ્રૂજાવ્યા, શા માટે ગામમાં વારંવાર આવી રહ્યા છે આંચકાં?

અમરેલીના મીતીયાળા ગામમાં આવ્યો ભૂકંપ

Earthquake in Mitiyala village of Amreli: અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી એકવાર ભૂકંપના ઉપરાઉપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 8 વાગવાની તૈયારી હતી ત્યાં ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

અમરેલીઃ સાવરકુંડલાના મીતીયાળામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. સવારે 8 વાગવામાં 5 મિનિટ કરતા પણ ઓછો સમય બાકી હતો ત્યારે ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.2 નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા ગ્રામજનો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નોંધનીય છે કે, 30મી જાન્યુઆરીએ દુધઈ અને ખાવડા પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં દુધઈ પાસે 4.2 અને ખાવડા પાસે 3.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

સાવરકુંડલાના મીતીયાળામાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે એટલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. અહીં સવારે 7:51 મિનિટે 3.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો, આ પછી 7:53 અને 7:57 વાગ્યે ઉપરાઉપરી ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. ભૂકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડ પડી હોવાની પણ વિગતો મળી રહી છે.

આ પણ વાંચોઃ નવસારીઃ આઈસ ફેક્ટરીમાંથી બનેલી ગેસ લીકેજની ઘટનામાં મોટો ખુલાસો

દિનચર્યાની શરુઆતમાં ભૂકંપના આંચકા થતા મોટાભાગના લોકો પોતાના ઘરમાં હતા અને આંચકા આવતા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. મીતીયાળામાં આવેલા ભૂકંપના આંચકા અંગે સ્થાનિકો તથા સરપંચ દ્વારા મીડિયાને જાણ કરવામાં આવી હતી.

અગાઉ ગાંધીનગરથી આવેલી ટીમે કરી હતી તપાસ


મીતીયાળામાં છાસવારે આવતા ભૂકંપના આંચકા આવતા ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી હતી, પરંતુ આ આંચકા સામાન્ય હોવાનું અને તેનાથી મોટું નુકસાન થવાની સંભાવના નહીં હોવાનું તપાસ બાદ જણાવવામાં આવ્યું હતું.

ભલે ભૂકંપના આંચકા સામાન્ય હોય પરંતુ વારંવાર ધરા ધ્રૂજવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે. વારંવાર અહીં શા માટે આંચકા આવે છે તેને લઈને ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું છે.


30મી જાન્યુઆરીએ કચ્છમાં આવ્યા હતા ભૂકંપના આંચકા


30 જાન્યુઆરીએ વહેલી સવારે 5.18 કલાકે ખાવડામાં આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ફફડાટ વ્યપી ગયો હતો અને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. પહેલા એક આંચકો 6.38 મિનિટે દુધઈ પાસે અનુભવાયો હતો. ભૂકંપના આંચકા હળવા હતા પરંતુ 2001માં આવેલા ભૂકંપના કારણે લોકો આ કુદરતી હોનારતને લીધે હંમેશા સતર્ક રહે છે.
First published:

Tags: Amreli News, Earthquakes, Gujarati news