Abhishek Gondaliya,Amreli: સાવરકુંડલાના મિતિયાળા ગામમાં એક માસથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે. સવારના 10:25 થી10: 28 વચ્ચે ભૂકંપના બે આંચકા આવ્યા હતા.સતત આંચકા આવવાને લઈને જાહેર જીવન ઉપર અસર વર્તાઈ રહી છે.
સાવરકુંડલાનું મિતિયાળા ગામ કે જે ગામની ફરતે તરફ મોટા ડુંગરો આવેલા છે અને વચ્ચે ગામ આવેલું છે. ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂર વર્ગ રહે છે. જેથી કાચા અને પાકા મકાનોની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે.
શું કહે છે ગામના સરપંચ ?
સરપંચ મનસુખભાઇ જણાવ્યું હતું કે,ગામમાં કાચા મકાનો આવેલા છે. સતત આવતા ભૂકંપના આંચકાને કારણે તેરાડો પડી રહી છે.જેથી મકાનમાં નુકસાન થવાની ભીતિ છે. ભુકંપને લઈ કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી છે. ગામના લોકો દ્વારા ભૂકંપના કારણે રાત્રિના સમયે બહાર સૂતા હોવાનું પણ જણાવ્યું હતું. અનેક વિસ્તારમાં મકાનોની દિવાલોમાં તિરાડ પડી છે. સતત એક માસથી આ ભયના વાતાવરણમાં મિતિયાળા ગામના લોકો જીવી રહ્યા છે.સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી.
શું કહે છે જિલ્લા કલેકટર ?
કલેકટર ગૌરાંગ મકવાણા જણાવ્યું હતું કે, જમીનમાં પાણી સુકાવાને કારણે આવા અનુભવ થતા હોય છે.અંગે સિસ્મોલોજી વિભાગને પણ જાણ કરવામાં આવી છે. તેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.