જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી માવઠું થઈ રહ્યું છે જાફરાબાદ પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે માછીમારોની સુકવેલી માછલી પલળી જતા નુકસાની પહોંચી છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા મોટી નુકસાની પહોંચી છે. અમરેલી જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી માવઠું થઈ રહ્યું છે. જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ પડવાના કારણે માછીમારીનો વ્યવસાય કરતા માછીમારોને પણ મોટી નુકસાની થઈ છે. માછીમારોએ સુકવેલી માછલીઓ વરસાદના કારણે પલળી જતા તેમને મોટી નુકસાની થવા પામી છે.
નવીબેન સાગર ખેડુએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં તેમજ જાફરાબાદ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે વરસાદ પડવાના કારણે માછીમારોએ સુકવેલી મચ્છી પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જાફરાબાદ બંદર સરકારને કરોડો રૂપિયાનું રળી આપે છે.
હાલ અહીંના માછીમારો કફોડી સ્થિતિમાં મુકાયા છે. માવઠાથી અવાજ મુશ્કેલીમાં મુકાયા છે અને લાખો રૂપિયાની નુકસાની માછીમારોને પહોંચી છે. એક બોટ દરિયામાં ફિશિંગ કરીને આવે તો દોઢથી બે લાખ રૂપિયા નો ખર્ચ લાગતો હોય છે પણ આ માછલીઓ પલળી જતા નફાકારક વેચાણ ખોટમાં ગયું છે.
જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે સરકારે માછીમારોને ખેડૂત બનાવ્યા છે ત્યારે કમોસમી વરસાદથી જેવી રીતે ખેતી પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે.
તેવી જ રીતે માછીમારોને પણ સહાય પેકેજ જાહેર કરી અને સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેવી માંગ કરવામાં આવી હતી.
જાફરાબાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં માછીમારી નો મોટો વ્યવસાય છે અને સાગર ખેડૂતો દરિયાની અંદર સાગર ખેરી અને માછીમારી કરી અને જેને દરિયાકાંઠે લાવવામાં આવે છે.
અને ત્યારબાદ 10 વીઘા 15 વીઘા માં માછલીઓ ની સુકવણી કરવામાં આવે છે અને સુકાઈ ગયેલી માછલીઓને વિદેશ તેમજ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે પણ હાલના સમયમાં વરસાદ પડવાને કારણે સુકવેલી માછલીઓ પલળી જતા મોટી નુકસાની પહોંચી છે.