Home /News /amreli /Amreli :કમોસમી વરસાદથી ડુંગળીનાં પાકને ભારે નુકસાન, ખેડૂતોની હાલત કફોડી બની

Amreli :કમોસમી વરસાદથી ડુંગળીનાં પાકને ભારે નુકસાન, ખેડૂતોની હાલત કફોડી બની

X
સાવરકુંડલા

સાવરકુંડલા તાલુકાનાં છાપરી ગામમાં વરસાદનાં કારણે ડુંગળીનાં પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનાં હાથમાં ડુંગળી આવી નથી. ખેડૂતોને મોટી નુકસાની થઇ છે. બીજ તરફ ડુંગળીનાં ભાવ પણ નથી.

સાવરકુંડલા તાલુકાનાં છાપરી ગામમાં વરસાદનાં કારણે ડુંગળીનાં પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનાં હાથમાં ડુંગળી આવી નથી. ખેડૂતોને મોટી નુકસાની થઇ છે. બીજ તરફ ડુંગળીનાં ભાવ પણ નથી.

    Abhishek Gondaliya, Amreli: કમોસમી વરસાદની અગાહીને કારણે અમરેલી જિલ્લામા ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ખેડૂતના ખેડૂતમાં રહેલ પાક નિષ્ફળ ગયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના ખેડૂત ભરતભાઈ સાવલિયાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. વરસાદનાં કારણા ડુંગળીનાં પાકને ભારે નુકસાન થયું છે.


    સફેદ ડુંગળી ઉપર વરસાદ પડ્યો
    ભરતભાઈ સાવલિયાએ જણાવ્યું હતુ કે,  દર વર્ષની જેમ આ વર્ષે સફેદ ડુંગળી અને લાલ ડુંગળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે સફેદ ડુંગળીનો ભાવ સારો રહેતા નફાકારક ઉત્પાદન થવાની આશા હતી. આ વર્ષે ડુંગળીનો ભાવ 600 સુધી ખેડૂતને મળિયા હતા. હાલ ડુંગળીની કાપણી કરવામાં આવી છે અને કમોસમી વરસાદ પડયો હતો. વરસાદ પડવાથી સફેદ ડુંગળી ઉપર પાણી ફરી વળિયા હતાં .જેથી પાકને નુકસાની થઈ છે. વરસાદ પડતાં ડુંગળીના પાકમાં સડો આવતા ડુંગળી સંપર્ણ નાશ થઈ છે.
    ખેડૂતોને બેવડો માર પડ્યો
    વિજયભાઈ ગેગડિયાએ જણાવ્યું હતું કે, હાલ બજારમાં ડુંગળીનાં ભાવ નથી. ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ કુદરતી આફતનાં કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. સાવરકુંડલાનાં છાપરી તેમજ આજુબાજુ માં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદ પડવાનાં કારણે પાક નિષ્ફળ ગયો છે.

    આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની કેરીને લઇ માઠા સમાચાર, કેરી બજારમાં મોડી અને ઓછી આવશે, આ રહ્યાં કારણ

    કેરી,ઘઉંમાં મોટી નુકસાની થઇ છે
    અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, બગસરા તાલુકામાં કમોસમી વરસાદ પડવાને કારણે ચણા, ઘઉં, બાજરી, જુવાર, ડુંગળી, ઉનાળુ મગફળી, કેરીનાં પાકને ખૂબ જ નુકસાની પહોંચી છે. ખેડૂતો સિઝનમાં કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું. ખેડૂતો મોટું નુકસાન થયું છે. વરસાદનાં કારણે થયેલા નુકસાનનો સરવે કરી સહાય આપવા માંગ કરાઇ છે.
    First published:

    Tags: Amreli News, Local 18