દીવ દરેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉનાળાની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવની મુલાકાતે આવે છે. અહીં અનેક જોવા લાયક સ્થળ છે. તેમજ નાગવા બીચ બ્લુ કલર હોય લોકોને આકર્ષે છે.
Abhishek Gondaliya, Amreli: ગુજરાતીઓ માટે દીવ આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. દીવમાં નાગવા બીચ ઉપર લોકોની ભીડ રહે છે. નાગવા બીચ ઉપર બ્લુ દરિયો જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે લોકો આવે છે.
સેંકડો પ્રવાસીઓ આવે છે દીવની મુલાકાતે
દીવ હાલ દેશ દુનિયાના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દીવનો કિલ્લો, સેન્ટ પોલ્ચ ચર્ચ, મ્યુઝિયમ, નિવૃત્ત યુદ્ધ જહાજ લોકો જોવા માટે આવે છે. તેમજ દીવનો નાગવા બીચ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
નાગવા બીચ ઉપર હજારોની સંખ્યામાં પ્રતિદિન પ્રવાસીઓ આવે છે. આ બીચ દીવની સુંદરતામાં ઉમેરો કરે છે. આ બીજ પર્યટકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.
પ્રિ વેડિંગ માટે લોકો નાગવા બીચ પર આવે છે
ઉનાળામાં નાગવા બીચમાં પર્યટકોનો માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે.
ઉનાળાની આખરી ગરમી વચ્ચે અનેક સહેલાણીઓ નાગવા બીચ પર પહોંચી ઠંડકનો અહેસાસ કરે છે. તેમજ નાગવા બીચ ઉપર પ્રિ વેડિંગ માટે લોકો આવે છે.
નાગવા બીચ પર દરિયો ચોખ્ખો હોવાથી લોકો આવે છે
નાગવા બીચ ઉપર દરિયો ખૂબ જ ચોખ્ખો અને ક્લીન હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો નાહવા આવે છે.
તેમજ અહીં વોટર સ્પોર્ટ્સ અને અલગ અલગ પ્રકારની રાયડો છે. વિવિધ રાઈડની મજા લોકો માણતા હોય છે. બીચ ઉપર ખાવા પીવા માટેની હોટલો પણ આવેલી છે.