Home /News /amreli /Amreli: સવજીભાઈ ધોળકિયા 75 ખેડૂતોને ગાયનું કરશે દાન, કારણ છે જાણવા જેવું

Amreli: સવજીભાઈ ધોળકિયા 75 ખેડૂતોને ગાયનું કરશે દાન, કારણ છે જાણવા જેવું

સમૂહ લગ્ન અને સામાજિક કામ માટે જાણીતા સવજીભાઈ વધુ એક સમાજલક્ષી કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે તેઓએ પોતાના ગૌપ્રેમને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવો ખાસ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. 75 ખેડૂતોને ગાય આપવાનું નક્કી કર્યું છે 

સમૂહ લગ્ન અને સામાજિક કામ માટે જાણીતા સવજીભાઈ વધુ એક સમાજલક્ષી કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે તેઓએ પોતાના ગૌપ્રેમને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવો ખાસ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. 75 ખેડૂતોને ગાય આપવાનું નક્કી કર્યું છે 

    Abhishek Gondaliya, Amreli : સમૂહ લગ્ન અને સામાજિક કામ માટે જાણીતા સવજીભાઈ વધુ એક સમાજલક્ષી કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે તેઓએ પોતાના ગૌપ્રેમને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવો ખાસ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. 75 ખેડૂતોને ગાય આપવાનું નક્કી કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લાઠીનાં દુધાળા ખાતે હેતની હવેલીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નામ 100 સરોવર યોજના અને પ્રકૃતિ રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. તો શું છે આ કાર્યક્રમ આવો જાણીએ.

    સવજીભાઇ ધોળકીયાના ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા '100 સરોવર પ્રોજેકટ' અને 'પ્રકૃતિ ખેતી' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્યદેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૬ સપ્ટેમ્બર, 2022ને સોમવારે લાઠીના દુધાળામાં હેતની હવેલી ખાતે યોજાશે. ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી કરનારા અને ગાય માતાના ઘડપણમાં પણ ગાય માતાને ઉમદા રીતે પાળી શકે તેવા 75 ખેડુતોને ગાય અર્પણ કરી, ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ગૌસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવશે.

    ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા 75 ખેડુતોને 75 ગાયનું દાન કરવામાં આવશે. ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે લાઠીના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી રહેલાઆ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લાની અંદર અનેક વિકાસના કાર્યોની સાથે જ સેવાકીય કાર્યોમાં અગ્રસર રહેલા ધોળકિયા પરિવાર દ્વારા વધુ એક વખત સેવાકીય કાર્ય કરવામાં આવનાર છે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસને કારણે મોટી સંખ્યામાં ગાયના મૃત્યુ થયા હતા. ખેડૂત માટે ગાય ખુબ જ ઉપયોગી છે, આપણા સમાજમાં ગાયને પુજનીય માનવામાં આવશે, એ પાછળનું કારણ ગાય મનુષ્ય જીવનમાં ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને ખેડૂતો ગાય આધારીત ખેતી કરીને પાકની ગુણવત્તા સુધારી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ગાય આધારીત ખેતી અંગે ખેડૂતોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યાં છે. તો ગૌ પ્રોડક્ટ્સનો વ્યવસાય કરીને સ્વરોજગારી પણ મેળવી શકાય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Cow, Savji Dholakia, ખેડૂત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन