અમરેલી જિલ્લો અનેક મુદ્દે પછાત છે. અહીં ઓદ્યોગીક વસાહત, શિક્ષણ, સિંચાઇ, રેલ્વે સહિતનાં અનેક મુદ્દે લોકો વિવિધ માંગ કરી રહ્યાં છે. સરકારનાં આગામી બજેટમાં જિલ્લા માટે વિશેષ જોગવાઇ કરવામાં આવે તેવી લોકો આશા સેવી રહ્યાં છે.
Abhishek Gondaliya, Amreli: સરકાર બજેટની તૈયારી કરી રહી છે. ત્યારે ગુજરાતનાં લોકો બજેટ સામે મીટ માંડીને બેઠા છે. બજેટમાં લોકો અનેક આશા સેવી રહ્યાં છે. દરેક લોકોને ઉપયોગી બજેટ બને તેવી આશા છે. ત્યારે અમરેલી જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે બજેટ પહેલા વિવિધ માંગ કરવામાં આવી છે.ખેતીવાડી, ઔદ્યોગિક વસાહત, શિક્ષણ સહિતનાં મુદ્દા બજેટમાં સમાવવા માંગ કરાઇ છે.
જિલ્લનાં યુવાનોને સ્થળાંતર કરવું પડે છે
ચિરાગભાઈ હિરપરા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક, ખેતીવાડી કે શિક્ષણ ક્ષેત્રે રાજ્યના બીજા જિલ્લાઓની સરખામણીએ ખૂબ જ પછાત છે. ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ નહીં હોવાથી શિક્ષિત યુવાનોનું રોજગારીના અભાવે છે. ખેતીવાડીમાં સિંચાઈના અભાવે અને ટૂંકી આવકના કારણે ખેડૂતો અને ઉચ્ચ શિક્ષણ પણ અમુક ફેકલ્ટીઓના અભાવ હોવાથી વિદ્યાર્થીઓનું સ્થળાંતર થાય છે.
જિલ્લા માટે વિશેષ બજેટ ફાળવવા માંગ કરાઇ
સાવરકુંડલામાં વજનકાંટાનો ઉદ્યોગ આવેલો છે. તેમજ ખેત ઓજારો બને છે. પરંતુ મોંઘવારીનાં કારણે ઉદ્યોગને માઠી અસર પડી રહી છે. ત્યરે અમરેલી જિલ્લાનાં વિકાસ માટે ચોક્કસ વર્ષ માટે ટેકસ ફ્રી ઝન જાહેર કરવો જોઇએ. અમરેલી જિલ્લા માટે વિશેષ બજેટ ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ છે.
સિંચાઇની પુરતી સુવિધા નથી, બજેટમાં જોગવાઇ કરો
ચિરાગભાઈ જણાવ્યું હતું કે, સાવરકુંડલા વિસ્તાર ખારાપાટમાં આવેલો છે. અહીં કોઈ સિંચાઇ યોજના નથી. જો સૌની યોજનાનું વિશેષ બજેટ ફાળવવામાં આવે અને ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરતું કરવામાં આવે તો હરિયાળી ક્રાંતિ લાવી શકાય તેમ છે.