ઓર્ગેનિક ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને વધુ ભાવ મળતા રહ્યા છે
અમરેલી જિલ્લાના વીજપડીના ખેડૂતે 8 વીધામાં ઓર્ગેનિક હળદરનું વાવેતર કર્યું હતું. એક વીધામાંથી 20 થી 35 મણનો ઉતારો મેળવ્યો હતો અને 9 માસમાં 14 લાખની કમાણી કરી હતી.
Abhishek Gondaliya. Amreli. અમરેલી જિલ્લો ખેતી ઉપર આધારિત ગણવા છે.અમરેલી જિલ્લાના અનેક ગામના ખેડૂતો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય છે. તેમજ ગાય આધારિત ખેતી પણ કરી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.જેના કારણે ખેડૂત હવે મબલક ઉત્પાદન મેળવતા થયા છે.
8 વીધામાં ઓર્ગેનિક હળદરનું વાવેતર
વીજપડી ગામના રાણાભાઇએ 8 વીઘા જમીનમાં હળદરનું વાવેતર કર્યું છે. 14 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે. રાણાભાઇ છેલ્લા પાંચ વર્ષથી હળદરની ખેતી કરી રહ્યા છે.સૌપ્રથમ ઓછું ઉત્પાદન મળતું હતું, ત્યારબાદ રાણાભાઇએ ખેતી એક્સપોર્ટ પાસેથી વિવિધ માહિતીઓ મેળવી હતી.હળદરને કેવા પ્રકારના ખાતરોની જરૂર છે?, કઈ રીતે પિયત આપી શકાય? સહિતની સંપૂર્ણ માહિતી લીધા બાદ હળદરની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને સફળતા મેળવી હતી.
1 વીધામાંથી 20 થી 35 મણનો ઉતારો
આઠ વીઘા જમીનમાં હળદરનું વાવેતર કર્યું છે. હળદરનો પાક 9 માસએ પરિપક્વ થાય છે. નવ માસ પછી હળદરનું ઉત્પાદન લઈ શકાય છે. હળદરની સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે એક વીઘામાંથી 20 થી 35 મણ સુધીનો ઉતારો મળે છે.ઓર્ગેનિક હળદરનો ભાવ પ્રતિ કિલોએ 180 થી 250 રૂપિયા સુધીનો મળી રહે છે.
9 મહિનામાં 14 લાખની કમાણી કરી
રાણાભાઇ દ્વારા પોતાના નિવાસસ્થાનને હળદરનું બોઈલ કરી અને શ્રેષ્ઠ ભાવ મેળવી રહ્યા છ. અને નવ માસમાં આઠ વીઘા જમીનમાંથી 14 લાખનું ઉત્પાદન મેળવ્યું છે.તેમના દ્વારા સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે.