Home /News /amreli /Amreli: કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાહતનાં સમાચાર, સર્વેનો પ્રારંભ

Amreli: કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાહતનાં સમાચાર, સર્વેનો પ્રારંભ

X
ખેડૂતોની

ખેડૂતોની રજૂઆત ને આખરે સફળતા મળી પાક નુકસાની નો કરાશે સર્વે

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લામાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં બગસરા તાલુકામાં 13 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં સતત ચાર દિવસ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના બગસરા, ખાંભા, ધારી, લાઠી વિસ્તારમાં વરસાદના કારણે ભારે નુકસાની થઈ હતી. તેમજ પાક નષ્ટ થયો હતો. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરવા માંગ કરી હતી. જેના પગલે અમરેલી જિલ્લામાં નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

રવિ પાક અને બાગાયતી પાકમાં મોટી નુકસાની સર્વે હાથ ધરાયો

અમરેલી જિલ્લામાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. વળતરની માંગ કરવામાં આવી હતી. જિલ્લામાં તંત્ર દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જુદા જુદા 32 વીમા બનાવવામાં આવી રહ્યા છ. તાલુકા અને ગામડા મુજબ સર્વે કરી પત્રક તૈયાર કરવામાં આવશે. રીપોર્ટ રજુ કરવામાં આવશે. તેમજ સર્વેની ટીમ દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવશે.

પાંચ દિવસમાં સર્વે પૂર્ણ કરાશે

અમરેલી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કરીને સરવેની કામગીરી પાંચ દિવસમાં પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવશે.



બગસરા તાલુકામાં 13 ટીમ દ્વારા સરવે

અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. બગસરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને મોટી નુકસાની પહોંચી હતી. બાગાયતી પાક અને રવિ પાક માટે જિલ્લાની સૌથી વધુ બગસરા તાલુકામાં 13 ટીમ સર્વે કરી રહી છે. લાઠી તાલુકામાં 8 ટીમ, ખાંભા તાલુકામાં 5 ટીમ અને ધારી તાલુકામાં 6 ટીમ સરવે કરશે.
First published:

Tags: Amreli News, Local 18, Survey, Unseasonal rain