લોકશાહી પર્વના ભાગીદાર બન્યા
નવ યુગલે લગ્નના દિવસે બાંભણીયા ખાતે મતદાન કર્યું હતું. સામાન્ય ચૂંટણી દરમિયાન અમરેલી વડીયા- કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બાંભણીયા સ્થિત મતદાન મથક ખાતે નવયુગલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.પ્રભુુતામાં ૫ગલા માંડતા યુગલે લગ્નના દિવસે મતદાન કરી જિલ્લાના અન્ય મતદારો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતા.
નવદંપતિએ મતદાન મથક પર આવી મતદાન કરી અન્ય લોકોને મતદાન કરવા સંદેશ આપ્યો હતો. તેમજ મતદાન મથકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મતદાન કરવા આવેલા નવદંપતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રભુતાના પગલા પડ્યાના ગણતરીની કલાકમાં મતદાન કરી લોકશાહી પર્વના ભાગીદાર બન્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, અમરેલી, ગુજરાત ચૂંટણી