Abhishek Gondaliya, Amreli: અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાય આધારિત ખેતી માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોણપર ગામ ખાતે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.પી.જે.પ્રજાપતિએ આપી હતી.
ડો. પી.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખેતીમાં ઓછા ખર્ચ થાય અને વધુ ઉત્પાદન મળે છે. માટે ગાય આધારિત ખેતી ખૂબ જ જરૂરી છે. ઝીરો બજેટની ખેતી પણ કહી શકાય છે. પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સુધરે તે અંતર્ગત ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્થંભ છે
ગાય આધારિત ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ખુબજ ઉપયોગ કરી અને મિશ્ર ખેતીથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પાકમાં આવતા રોગ અને જીવાત નિયંત્રણ માટે વનસ્પતિ આધારિત દવાઓ બનાવી અને પદ્ધતિ અનુસાર દવાનો ઉપયોગ કરવાથી નિયંત્રણ કરી શકાય છે. રાસાયણિક ખાતરને બદલે જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરવો જોઇએ.
ઘનમૃત બનાવવાની રીત
200 કિલોગ્રામ સખત તાપમાન સૂકવેલ દેશી ગાયના છાણને 20 લીટર જેવા અમૃત સાથે ફેરવું. 48 કલાક સુધી પાતળું સ્તર કરી ચૂકવવું. બેથી ત્રણ વાર દિવસ દરમિયાન ઉપર નીચે ફેરબદલી કરતા રહેવું અને સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભૂકો કરી એક વર્ષ સુધી આ ઘન જીવામૃત ખેતીમાં ઉપયોગ લઈ શકાય છે. જમીનમાં અંતિમ ખેડણ પહેલા પ્રતિ હેક્ટરે 200 કિલોગ્રામ અને ફુલ અવસ્થાએ પ્રતિ હેક્ટરે100 કિલોગ્રામ જમીનમાં આપવું. જેથી પાક ઉત્પાદનમાં 100% વધારો નોંધાય છે.
ઘન જીવામૃતના ફાયદા
ધનજીવામૃત આપવાથી જીવાણુની સંખ્યા ઝડપથી વધતા હુમન્સનું નિર્માણ ઝડપી બને છે. તેમજ સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. નાઇટ્રોજનની ઉપલબ્ધિ જમીનમાં વધે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Farmer in Gujarat, Local 18