Home /News /amreli /Amreli: દેવળીયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડતાં CCTV ફૂટેજ થયા વાયરલ

Amreli: દેવળીયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડતાં CCTV ફૂટેજ થયા વાયરલ

ત્રણ સિંહ ગ્રામીણ વિસ્તારની અંદર આંટાફેરા મારતા હોવાનો વીડિયો સામે આવ્યો 

દેવળીયા ગામમાં સ્થાનિક લોકો દ્વારા ઘર પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ સિંહ મુખ્ય ગામના માર્ગ ઉપર આંટાફેરા મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો

    Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં વનરક્ષકોની પડતર માંગણીઓને લઇ હડતાલ ચાલી રહી છે. વનરક્ષકોની હડતાલના કારણે રાનીપશુઓને મોકળું મેદાન મળી ગયું છે. જેથી અમરેલી તાલુકાના દેવળીયા ગામે શિકારની શોધમાં ત્રણ સિંહો આવી ચડતાં પશુઓમાં દોડધામ મચી ગઇ હતી. સિંહોના સીસીટીવી ફૂટેજ સામે આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. અવારનવાર અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની અંદર સિંહ આવી ચડવાની ઘટનાઓ સામે આવી રહી છે.

    સાવરકુંડલા તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા સહિતના વિસ્તારો ધારી ગીર પૂર્વે વિસ્તારની અંદર આવી રહ્યા છે, સિંહના અવાર-નવાર શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારની અંદર આવી ચડતા હોય છે. ત્યારે આજે વધુ એક અમરેલી તાલુકાના દેવળીયા ગામમાં ત્રણ સિંહ શિકારની શોધમાં આવી ચડ્યાં હતા દેવળીયા ગામમાં સ્થાનિક લોકો દ્વારા ઘર પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ સિંહ મુખ્ય ગામના માર્ગ ઉપર આંટાફેરા મારતા હોય તેવો વીડીયો સામે આવ્યો હતો. જેમાં ત્રણ સિંહ સીસીટીવી કેમેરામાં લટાર મારતા કેદ થયા હતા. સાથે જ અમરેલી જિલ્લામાં વનરક્ષકો હડતાલના પગલે એસઆરપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો:  સિંહની પંજવણી કરનાર સામે વન વિભાગની વધુ એક કાર્યવાહી, કલાકોમાં જ આરોપીની કરવામાં આવી ધરપકડ

    સુરક્ષા વધારવા માટે એસઆરપીની ટીમો તૈનાત કરવામાં આવી છે રેવન્યુ વિસ્તાર અને જંગલ વિસ્તાર તેમજ જંગલ અને ગ્રામીણ વિસ્તારની અંદર સિંહનો વસવાટ હોય છે. જે વિસ્તારોની અંદર અન્ય વ્યક્તિઓ સિંહની પજવણી ન કરે અને કોઈ વન વિભાગની હદમાં આવેલા વૃક્ષોનો નિકંદન ન કરે જે હેતુસર પેટ્રોલિંગ માટે તેનાત કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તેમજ ખાંભા રાજુલા ધારી સહિતના વિસ્તારોની અંદર સિંહ વસવાટ કરી રહ્યા છે. ત્યારે અવારનવાર ગ્રામીણ વિસ્તારોમાં સિંહના લટાર મારતા વીડિયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા હોય છે, ત્યારે આજે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના દેવળીયા ગામ ખાતે ત્રણ સિહ લટાર મારતો વીડિયોસોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Amreli News, Asiatic Lion, Gir Lions, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन