Home /News /amreli /Amreli: કેરીનાં પાકમાં મગિયા ઈયળ મુસીબત બની; ઈયળનો ડામવાનો આ છે ઉકેલ

Amreli: કેરીનાં પાકમાં મગિયા ઈયળ મુસીબત બની; ઈયળનો ડામવાનો આ છે ઉકેલ

X
ફ્લાવરિંગ

ફ્લાવરિંગ સમયે ઇયળ નો ઉપદ્રવ વધ્યો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

અમરેલી અને સોરઠમાં કેરીનાં આંબામાં ફ્લાવરિંગ સારા પ્રમાણમાં છે. પરંતુ હાલ આંબામાં મગિયા ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મગિયા ઇયળને સમયસર નિયંત્રણમાં લેવામાં ન આવે તો કેરીનાં પાકને અસર થવાની શકયતા છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં હાલ આંબામાં ફ્લાવરિંગ ચાલી રહ્યું છે. ફ્લાવરિંગ વધુ આવવાથી ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. ફ્લાવરિંગ સમયે ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે. આંબાના બગીચાઓમાં શૂટ બોરલ એટલે કે મગિયાના ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ભમરી તેમજ અન્ય જીવાતો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં રમેશ રાઠોડે જણાવ્યું હતું કે, રોગને પહેલા ઓળખવો પડતો હોય છે. કીટકજન્ય રોગ હોય તો કીટકને ઓળખવા પડતા હોય છે. આ જીવાતના પુખ્ત કીટકો મચ્છર જેવા નાજુક બધાના હોય છે.ઈયળ પગ વગરની પીળાશ પડતા સફેદ રંગની હોય છે. આ ઇયળને મગિયાની ઇયળ તરીકે ઓળખાય છે.

ઇયળ આવતા શું થાય છે નુકસાન

પુખ્ત માદા પાન અને ડાળીઓમાં વચ્ચેના ભાગમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલી ઇયળો પેશીઓમાં દાખલ થાય છે અને નાની નાની ઉપસેલી ગાંઠો બનાવે છે. આ ઇયળો સંપૂર્ણ વિકસિત ન થાય ત્યાં સુધી ગાંઠોની અંદર રહી અંદરનો ભાગ ખાય છે. પૂર્ણ વિકસિત ઈયળ કાણું પાડી બહાર નીકળી અને જે નવી કુપળો આવે છે, જેને કોરી ખાય છે. ફ્લાવરિંગ પર આ ઈયળો પહોંચતા ફ્લાવરિંગને કોરી ખાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.



નિયંત્રણ માટે શું પગલા લેવા ?

બગીચામાં ઊંડી ખેડ તથા ખામણામાં ગોળ કરવાથી કોચતા જમીનની બહાર આવવાથી નાશ પામતા હોય છે.

બગીચામાં સ્વચ્છ જાળવણી વધુ નુકસાન પામેલા મોરની દાંડીઓ, નુકસાનગ્રસ્ત પાન કાપી તેનો નાશ કરવો જોઈએ.

જીવાતના જૈવિક નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 1500 ppm નું 15 લીટર પાણીમાં 60 મિલી નાખી છંટકાવ કરવો જોઈએ.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18