વિકટરથી ચાર્જ બંદર સુધી 300 મીટર દરિયાઈ ખાડીમાં કૂદી સ્તરી અને પહોંચ્યા
અમરીશ ડેર નો અનોખો પ્રચાર દરિયાની ખાડીમાં 300 મીટર સુધી તરી અને ચાંચ બંદર ગામે પહોંચ્યા હતા. ધારાસભ્યનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતા પુલ બનાવવામાં આવ્યો નથી.
Abhishek Gondaliya Amreli. રાજુલા વિધાનસભાના ઉમેદવાર એવા અમરીશ ડેર જેવો પાંચ વર્ષ સુધી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. અને જેવો દ્વારા હાલ રાજુલા બેઠક પરથી હાલ ચૂંટણી લડી રહ્યા છે. એવામાં ચાંચબંદર પર જવા માટે લોકોને 42 કિલોમીટર ફરવું પડે છે. જે માટે અમરીશ ડેર વિક્ટર બંદર ખાતે પહોંચ્યા હતા અને વિકટર બંદરથી ચાંચ સુધી દરિયાઈ ખાડીમાં 300 મીટરનો પુલ બનાવવામાં આવે તે માટે અનેક વખત સરકારોમાં પ્રયાસ કર્યા હતા છતાં પણ પુલ બનાવવામાં ન આવ્યો હતો. આખરે અમરીશ ડેર દ્વારા 300 મીટરની ખાડીની અંદર કૂદકો લગાવી કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે દરિયામાં તરી અને ચાંચ બંદર પહોંચ્યા હતા.
અમરીશ ડેર દરિયામાં 300 મીટર સુધી લોકો માટે તર્યા
રાજુલા વિસ્તારની અંદર આવેલા બંદરો જે ગામડા સુધી પહોંચવા માટે હજુ પણ રસ્તા અને પુલ બનાવવામાં આવ્યા નથી ત્યારે આજે વિક્ટર થી લોકોને ચાંચ બંદર જોવા માટે 300 મીટર દરિયાઈ ખાડીમાં વહાણ અથવા હોડકા દ્વારા જવું પડે છે અને રોડબાઈ જવું હોય તો 42 કિલોમીટરનો રોડ કાપી અને ચાંચ બંદર ખાતે જવાય છે જેને લઇને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડે દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પણ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવતા આખરે આજે અમરીશ ડેર દ્વારા અનોખો પ્રચાર સાથે દરિયાની 300 મીટર ની ખાડીમાં જે હોય એ કૂદકો માર્યો હતો. જેની સાથે 15 જેટલા કાર્યકર્તાને કૂદકો મારી અને વિકટર થી દરિયાઈ સફર 300 મીટરની ખેડી અને પહોંચ્યા હતા ચાંચ બંદર