Home /News /amreli /Amreli: ખેડૂતમાંથી ઉદ્યોગપતિ બનેલા કાનાણીબંધુએ ભગીરથ કાર્ય ઉપાડ્યુ, ગામમાં આટલા ચેકડેમ બનાવશે

Amreli: ખેડૂતમાંથી ઉદ્યોગપતિ બનેલા કાનાણીબંધુએ ભગીરથ કાર્ય ઉપાડ્યુ, ગામમાં આટલા ચેકડેમ બનાવશે

X
સાવરકુંડલાનાં

સાવરકુંડલાનાં વીરડી ગામનાં બાલુભાઇ કાનાણી ખેડૂત હતી. સુરતમાં ઉદ્યોગપતિ છે. ગામનું ઋણઅદા કરવા માટે ચેકડેમ બનાવી રહ્યાં છે. 22 ચેકડેમનાં પાળા બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સાવરકુંડલાનાં વીરડી ગામનાં બાલુભાઇ કાનાણી ખેડૂત હતી. સુરતમાં ઉદ્યોગપતિ છે. ગામનું ઋણઅદા કરવા માટે ચેકડેમ બનાવી રહ્યાં છે. 22 ચેકડેમનાં પાળા બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં જળ સંચય માટે ખેડૂત અને ઉદ્યોગપતિએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લામાં હરિયાળી ક્રાંતિ અને જળ સંચય યોજનાએ હરણફાળ ભરી છે. સાવરકુંડલા તાલુકાના વીરડી ગામના બાલુભાઈ કાનાણી ખેડૂતથી ઉદ્યોગપતિ બન્યા છે અને આજે ગામનું ઋણઅદા કરવા 5 વર્ષથી વિરડીમાં જળ સંચયનું મહા અભિયાન ચલાવી રહ્યાં છે.


22 ચેકડેમ બનાવશે, કામગીરી પુરજોશમાં
સાવરકુંડલા તાલુકાનું વેડી ગામ જળસંચયના મહાભિયાનું સાક્ષી બન્યું છે. સુરતમાં રહેતા ઉદ્યોગપતિએ પોતાના ખર્ચે ગામના ફરતે 22 ચેક ડેમ બનાવવાનું શરૂ કર્યું છે. 2,100 લોકોની વસ્તી ધરાવતા વીજળી ગામમાં માટી ભરેલ વાહનો આમથી તેમ પાળે કામ કરતા નજરે પડી રહ્યા છે. કારણકે અહીં બે નહીં પણ 22 ચેકડેમ બનાવી તેના પાળા બાંધવા ભાગીરથ કામ પૂરુંપાટ ઝડપે ચાલી રહ્યું છે.


પાણી હશે તો ખેડૂતો સમુદ્ધ થશે
બાલુભાઇ કાનાણી(ઉ.48) અને ચતુરભાઈ કાનાણી (ઉ.45) બંનેભાઈ દ્વારા જળસંચય થકી ગામમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું બીડું ઝડપી લીધું છે બંને ભાઈઓ વીરડી ગામની અંદર ખેડૂતો તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે ઉદ્યોગપતિ બન્યા હતા અને ગામની સાથે રહી અને ગામની અંદર હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ કરી રહ્યા છે. કાનાણી બંધુએ જણાવ્યું હતું કે, પાણી હશે, તો ખેડૂત સમૃદ્ધ થશે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેક ડેમ ઊંડા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.પાંચ જેસીબી અને દસથી વધુ ટેકટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.



પાણીનાં તળ ઉપર આવ્યાં
મહાવીરભાઈએ જણાવ્યું હતું કે, વિરડી ગામ અને આજુબાજુના વિસ્તારોમાં પહેલા 180 ફૂટે પાણી હતું અને હવે જે 40 ફૂટે પાણી આવે છે. આજુબાજુ વિસ્તારની અંદર ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાણીના તળ ઉપર આવ્યા છે અને ખેડૂત નફાકારક ખેતી કરી રહ્યા છે. આ કામગીરીને લઇને તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ, સરપંચ મનુભાઈ હરેશભાઈ કાનાણી, રેવાભાઇ ભરવાડ, ધીરુભાઈ મકવાણા તેમજ સ્થાનિક વ્યક્તિએ વતન પ્રેમીને બિરદાવ્યા હતા.
First published:

Tags: Amreli News, Local 18