અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રત્ન કલાકારો દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર 100 વધુ રત્ન કલાકારોએ રક્તદાન કર્યું હતું.
Abhishek Gondaliya. Amreli: આપણા દેશમાં દાન-પુણ્યનો ઘણો મહિમા છે. જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રત્ન કલાકારો દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર 100 વધુ રત્ન કલાકારોએ રક્તદાન કર્યું હતું.
યોગેશ્વર ડાયમંડના મેનેજર આશારામ ગોંડલીયા એ જણાવ્યું કે દર વર્ષે યોગેશ્વર ડાયમંડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે થેલેસેમિયા ગ્રસ્ત તેમજ અન્ય વ્યક્તિઓને બ્લડની જરૂરિયાત સહેલાઈથી પૂરી થાય તે માટે રક્તદાન કરવામાં આવે છે. યોગેશ્વર ડાયમંડ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
100 રત્ન કલકરોએ કર્યું રક્તદાન
જગદીશભાઈ દોમડીયા એ જણાવ્યું કે જોવો યોગેશ્વર ડાયમંડ ના મુખ્ય મેનેજર છે દર વર્ષે રત્ન કલાકારો દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને સહેલાઈથી બ્લડ મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગેશ્વર ડાયમંડ કંપનીમાં કામ કરતા 100 રત્ન કલાકારોએ રક્તદાન કર્યું હતું સાથે જ સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું. મહુવાની નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ લેબોટરી દ્વારા બ્લડ સ્વીકારવામાં આવ્યું હતું.
દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે. એટલે રક્તની આકસ્મિક ઊભી થતી માંગને પહોંચી વળવામાં તકલીફ પડે છે. આપણા દેશમાં થેલેસેમિયાના દર્દીઓનું પ્રમાણ ઘણું વધારે છે. જેમને સરેરાશ દર મહિને રક્ત ચડાવવું પડે છે. તેમને માટે બ્લડ બેન્કોએ રક્તનો જથ્થો અનામત રાખવો પડે છે. આથી બ્લડબૅન્કોને હંમેશાં રક્તની જરૂર પડે છે.