Home /News /amreli /Amreli: શિયાળાનાં મુખ્ય પાક રીંગણાને ઇયળનું ગ્રહણ; નિષ્ણાત શું કહે છે

Amreli: શિયાળાનાં મુખ્ય પાક રીંગણાને ઇયળનું ગ્રહણ; નિષ્ણાત શું કહે છે

શિયાળા માં રીંગણી ના છોડ માં અને રીંગણ માં ઈયળ આવતા ઉત્પાદન માં ઘટાડો થશે 

શિયાળમાં રીંગણા મોટા પ્રમાણમાં થાય છે. રીંગણા શિયાળમાં ખુબ જ ખવાતા હોય છે. પરંતુ હાલ રીંગણામાં ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ઇયળનાં કારણે રીંગણાની ગુણવત્તા ઘટી જાય છે. તેમજ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે.

Abhishek Gondaliya, Amreli:શિયાળામાં મોટા પ્રમાણમાં રીંગણાનુ વાવેતર થયા છે. તેમજ શિયાળમાં રીંગણાનુ ઉત્પાદન વધુ થાય છે. પરંતુ રીંગણનાં પાકમાં હાલ ઇયળનો ઉપદ્રવ વધ્યો છે. ઇયળના ઉપદ્રવનાં કારણે રીંગણાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. વિષય નિષ્ણાત રમેશ રાઠોડે જણાવ્યુ હતુ કે, હાલ ખુજ બ રીંગણનું વાવેતર કરવામાં આવ્યું છે.શિયાળામાં લોકો વધુ આરોગતા હોઈ છે.હાલ રીંગણીના છોડ અને રીંગણામાં કીટક જન્ય અને ઈયળ જન્ય રોગ આવતા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યા છે. ખેડૂતોએ રોગ ઓળખી અને નિયંત્રણ કરવું જોઈએ.

પાકને નુકસાન કરતી ઇયળમાં કેવી રીતે ઓળખશો ?

જીવાતનું પુખ્ત, મધ્યમ કદનું હોય છે,જેની આગળની પાંખો સફેદ અને તેના પર કથઇ અને કાળી પટ્ટીઓ અને ટપકાં જોવા મળે છે. જ્યારે પાછળની પાંખો પર એક એક કાળુ ટપકું હોય છે. પુખ્ત માદા ચપટા અને લંબગોળ આકારના ઈંડા કુમળા પાન,

ડાળી અને ફુલ પર અને ક્યારેક ફળ પર પણ મૂકે છે. શરૂઆતની નાની ઇયળ ઝાંખા સફેદ રંગની હોય છે. જે પુખ્ત બનતા આછા ગુલાબીરંગ તથા માથું કથઇ રંગનું ધારણ કરે છે. જીવાત પોતાનું જીવનચક્ર 25 થી 40 દિવસમાં પૂર્ણ કરે છે.

પાકમાં શુ નુક્સાન કરે છે

પાક નાનો હોય ત્યારે શરૂઆતમાં નાની ઈયળ કોરી ખાય છે. જેથી ડુંખો અને તેની આજુબાજુના પાન ચીમળાઈ જાય છે અને ડુંખો નમી પડે છે. રીંગણા બેસવાનું શરું થતાં નાની ઈયળ વ્રજમાં દાખલ થઇ ફળનો અંદરનો ગર્ભ કોરી ખાઈ નુક્સાન કરે છે. ઇયળનો વિકાસ પૂર્ણ થતાં ફળમાં કાણું પાડી બહાર નીકળી ફૂલ તેમજ ક્ળીને નુક્સાન કરે છે અને પછી કોશેટો બનાવે છે. જેથી નુકસાન પામેલા રીંગણ પર ગોળ કાણાં દેખાય છે.આ નુક્સાનને કારણે ફળમાં રહેલુ વિટામીન સી ઓછું થાય છે.

રોગનું શું કરવું જોઈએ નિયંત્રણ

રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.પાકની ફેર રોપણી ચોમાસામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં અને જાન્યુઆરીના બીજા પખવાડિયામાં કરવી જોઈએ. પ્રકાશ પિંજર મુકવાથી પણ ફૂંદાનો નાશ કરી શકાય છે. નુકસાનગ્રસ્ત ડુંખો અને ફળ વીણી દૂર કરવા જોઇયે. એક એકર દિઠ 5 વોટા ટ્રી ટ્રેપ લગાવવા અને સમયાંતરે લ્યુર બદલાવવી.જેવીક નિયંત્રણ માટે લીબોળીનું તેલ (એજાડિરેક્ટિન1500 પીપીએમ) 60 મિલી અથવા બીવેરિયા બાસીયાના 80 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઘણા બધા ખેડૂતોના અનુભવ પ્રમાણે અત્યારે માર્કેટમાં મળતું ઇપીએન (EPN) એ એક એકર પ્રમાણે1 કિલોગ્રામ જમીનમાં ભેજ હોય ત્યારે આપવું અને એક પંપમાં 50 ગ્રામ નાખી તેનો છંટકાવ કરવાથી પણ સારા પરિણામ મળે છે. ઉપદ્રવ વધુ હોય તો જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. જેમાં એમામેક્ટિન બેંજોએટ ૫ એસજી 8 ગ્રામ અથવા ક્લોરેન્ટ્રેનિલિપોલ 18.5 એસજી 5 મિલી અથવા થાયોડીકાર્બ 75 % વેટેબલ પાવડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો