અમરેલી જિલ્લાનાં વડિયાનાં ખેડૂત 100 વીઘા જમીનમાં ટમેટાનું વાવેતર કરે છે. વર્ષમાં બે તબક્કામાં વાવેતર કરે છે. સ્થાનિક માર્કેટ વેચાણ કરે છે. ઉપરાંત કેટલી કંપનીઓ સીધા ખેતરમાંથી ટમેટા લઇ જાય છે.
અમરેલી જિલ્લાનાં વડિયાનાં ખેડૂત 100 વીઘા જમીનમાં ટમેટાનું વાવેતર કરે છે. વર્ષમાં બે તબક્કામાં વાવેતર કરે છે. સ્થાનિક માર્કેટ વેચાણ કરે છે. ઉપરાંત કેટલી કંપનીઓ સીધા ખેતરમાંથી ટમેટા લઇ જાય છે.
Abhishek gondaliya, Amreli: ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. અનેક ખેડૂતો અવનવી ખેતી કરતા હોય છે. અમરેલી જિલ્લો પણ ખેતી તરફ ખૂબ આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લાના વડિયાના પ્રગતિશીલ ખેડૂતે 100 વીઘામાં ટમેટાનું વાવેતર કરી લાખોની કમાણી કરી છે.
વર્ષમાં બે તબક્કામાં ટમેટાનું વાવેતર કરે છે
વડિયીનાં ખેડૂત ઉમેદભાઈ બસીયાએ જણાવ્યું હતું કે, પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને પોતાને 100 વીઘા જમીન છે. 100 વીઘામાં બે તબક્કામાં ટમેટાનું વાવેતર કરે છે. 2015થી ટમેટાની ખેતી શરૂ કરી છે. પ્રથમ તબક્કે જૂન અને જુલાઈ ટમેટાની ખેતી કરે છે. બાદ બીજા તબક્કે નવેમ્બર અને ડિસેમ્બરમાં ટમેટાનું વાવેતર કરે છે.
100થી વધુ વ્યક્તિને રોજગારી આપે છે
ટમેટાની ખેતી સામાન્ય લાગે છે, પરંતુ ઉમેદભાઈ ટમેટાની ખેતી કરે છે. 100 વીઘામાં 100થી વધુ વ્યક્તિઓને મજૂર તરીકેની રોજગારી પણ આપે છે. સોસ બનાવતી ફેક્ટરીમાં ટમેટાનો ખૂબ જ ઉપયોગ હોય છે. ટમેટાનો પાવડર તેમજ સોસ બનાવતી ફેક્ટરીના વેપારી અહીંથી ટમેટાની ખરીદે છે.
એક મણનાં 100 થી 1000 રૂપિયા ભાવ મળ્યા
ઉમેદભાઈ વધુમાં જણાવ્યું હતું કે, ટમેટા અમે લોકલ માર્કેટમાં મોકલીએ છીએ. પ્રોસેસિંગ યુનિટમાં મોકલીએ છીએ. અને કંપનીઓ પણ અમારી પાસેથી સીધા માલ લઈ જાય છે. એક વીઘે 200 થી 700 મણનો ઉતારો આવે છે. ઉતારો સંપૂર્ણ હવામાન અને રોગ ઉપર નિર્ભર હોય છે. એક મણનાં 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા ભાવ મળે છે.