Abhishek Gondaliya, Amreli: વંડા ગામે ગ્રામ ઉદ્યોગની અંદર સૌ પ્રથમ વખત બામ્બુ માંથી ખાદી બનાવવામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગ્રામોદ્યોગ. બાંબુ ખાદી બનાવવા માટે બાંબુના રેસા લઇ અને અનોખું સંશોધન કરવામાં આવ્યું હતું, આજથી પાંચ વર્ષ પહેલા બાંબુ ખાદી બનાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કાષ્ટ તંતુમાંથી આ ખાદી બનાવવામાં આવે છે. બિરલા કંપનીમાંથી નેચરલ વસ્તુઓ બાંબુ ખાદીનું કાપડ તૈયાર કરવા માટે પ્રયોગ માટે આ વંડા ખાદી ગ્રામ ઉદ્યોગને આપવામાં આવ્યું હતું . ત્યારબાદ ખાદી બનાવીને કાપડ તૈયાર કરવામાં આવ્યું હતું.
પાંચ વર્ષ પહેલા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને જેમાં સુધારા વધારા કરતા આખરે બાંબુ ખાદી તૈયાર કરવામાં આવી હતી. આજે ગુજરાતમાં સૌપ્રથમ પ્રયોગ વંડા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા બાંબુ ખાદી બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
50 જેટલી મહિલાઓને રોજગારી
બાંબુ ખાદી ગુજરાતમાં એકમાત્ર વંડા ખાતે જોવા મળે છે. એક મીટરનો ભાવ 680 લેવામાં આવે છે અને આખાદી ગુજરાતી ના અમદાવાદ .રાજકોટ. સહિત ના વિસ્તાર માં વિચાણ અર્થે મોકલવા માં આવે છે. વંડા ગ્રામોધોગ દ્વારા પા અને કાંત્રોડી ગામે 50 જેટલી મહિલાઓને રોજગારી પુરી પાડે છે. બને ગામમાં મહિલા ઓ દ્વારા પોતાના નિવાસસ્થાને અંબર ચરખા ચલાવી અને રોજગારી મેળવે છે મહિલા ઓદ્વારા રૂ માંથી કંતાણ કરી અને દોરો બનાવવા માં આવે છે જે દોરો મહિલા ઓ દ્વારા વંડા ગ્રામોધોગ ને આપતા મહિલા ઓ ને રોજગાર આપવા માં આવે છે સાથે આ ગ્રામોધોગ દ્વારા ખાદી નું કાપડ તૈયાર કરવા માં આવે છે.
પૂજ્ય મોરારીબાપુની ધોતી અહીં વંડા ખાદી ગ્રામોધોગમાં ખાદી ની તૈયાર થતી
જે કાપડ ખાદી નું હોઈ છે ખાદી ગ્રામોધોગ માં થોડો વર્ષ પહેલાં લોકો અહીં કપાસ આપી જતા અને કાપડ ખાદી નું લઈ જતા બાદ માં હાલ તૈયાર પૂર્ણિ આવતી જોવાથી અહીં કાપડ તૈયાર કરવા માં આવે છે અને મહિલા ઓ ને રોજગારી પુરી પાડવા માં આવે છે વંડા ગ્રામોધોગ નું વાર્ષિક એક કરોડ નું ટન ઓવર કરે છે જેમાંથી 83 લાખ નું વેચાણ કરવા માં આવે છે.