ઇમિટેશન જ્વેલરી બગસરાના સોના તરીકે ઓળખાય છે.બગસરામાં ઇમિટેશન જ્વેલરીનું મોટું માર્કેટ છે.અહીં 500 જેટલા શોરૂમ આવેલા છે અને હજારો લોકોને રોજગારી મળે છે.નિયમિત મોટી સંખ્યમાં લોકો ખરીદી કરવા આવે છે.
Abhishek Gondaliya. Amreli: બગસરાનું ખોટું સોનું દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. બગસરાના લોકો ઇમિટેશન ધંધા સાથે સંકળાયેલા છે. બગસરા ઇમિટેશન જ્વેલરી ક્ષેત્રે ઝળહળતું નામ ધરાવે છે.બગસરાના માણસો સાચા પણ ઇમિટેશન જ્વેલરી ખોટી.
બગસરાની ઇમિટેશન જ્વેલરી સોનાને ટક્કર આપે
વર્તમાનમાં સમયે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.લોકોને સોના પ્રત્યે મોહ છે, પરંતુ હવે સોનુ મોંઘુ હોવાથી ખરીદી શકતા નથી. સોનુ મોંઘુ થતા લોકો ઇમિટેશન જ્વેલરી તરફ આકર્ષાયા છે. સોના જેવી જ વસ્તુ બગસરામાં મળે છે. બગસરાની ઇમિટેશન જ્વેલરી સોનાને ટક્કર આપે છે.
હજારોની સંખ્યામાં પ્રતિદિન લોકો અહીંથી ખરીદી કરે છે. ઇમિટેશન જ્વેલરીનો બગસરા શહેરમાં સૌથી મોટો વ્યવસાય છે. હજારોની સંખ્યામાં લોકો રોજગારી સાથે જોડાયેલા છે.
ઇમિટેશનમાં ઝળહળતું નામ ધરાવે છે બગસરા
બગસરાના માણસો સાચા પણ ઈમિટેશન જ્વેલરી ખોટી,જેવી કહેવતો હવે થવા લાગી છે. બગસરાનું નામ માણસોના મોઢે આવતાની સાથે જ બગસરાનું સોનુ યાદ આવે છે.
ઈમિટેશન જ્વેલરી ક્ષેત્રે કરોડોનું ટર્નઓવર અહીંના વેપારીઓ કરે છે. સોના જેવી જ દેખાતી ચેન પાંચ વર્ષ સુધી પહેરી શકાય છે. જેથી અહીં મોટી સંખ્યામાં લોકો ઈમિટેશન જ્વેલરી ખરીદવા આવે છે.
બગસરા શહેરમાં આવ્યા છે 500 શોરૂમ
બગસરા વર્ષોથી પ્રખ્યાત છે અને અહીંથી લેવામાં આવેલી ઇમિટેશન જ્વેલરી લાંબાસમય સુધી વપરામાં લઈ શકાય છે.
જોવામાં સોનાને ટક્કર આપે એવી ઇમિટેશન જ્વેલરી અહીં બનાવવામાં આવે છે.ઈમિટેશન જ્વેલરીમાં ગોલ્ડ પ્લેટિંગ વાળી જવેલરી છે, જેના કારણે નામે બગસરાનું નામ જાણીતું થયું છે.