અમરેલીનાં ડીટલા ગામનાં બચુબાપાએ સૌપ્રથમ ભેટ કલમની શરૂઆત કરી હતી. આજે ઝાલા નર્સરીમાં 25,000 થી વધુ ભેટ કલમ તૈયાર થાય છે. તેમજ વર્ષે 50 લાખથી વધુની આવક થઇ કરી હતી. ગુજરાત બહારનાં રાજયનાં લોકો પણ ખરીદી કરવા આવે છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલીના ડીટલા ગામે ખેડૂતે ભેટ કલમ કરી લાખોની કમાણી કરી છે. ડીટલા ગામના બચુબાપા દ્વારા અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત ભેટ કલમની શરૂઆત કરવામાં આવી છે. ઝાલા નર્સરી તરીકે પ્રખ્યાત બચુબાપાની નર્સરીમાંથી મોટી સંખ્યામાં લોકો આંબાની કલમ લેવા આવે છે.
એક ભેટ કલમનો ભાવ 150 થી 500 રૂપિયા હોય છે
હરેશભાઈ જણાવ્યું હતું કે, ઝાલા નર્સરીમાં વર્ષોથી ભેટ કલમ કરવામાં આવે છે. બચુબાપા દ્વારા ભેટ કલમની શરૂઆત કરવામાં આવી હતી. ઝાલા નર્સરી તરીકે પ્રખ્યાતા નર્સરીમાં વર્ષે 25,000 થી 30 હજાર કલમ તૈયાર કરવામાં આવે છે. વર્ષે 50 થી 60 લાખનું ઉત્પાદન મળે છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન સુધી કલમ પહોંચી
ભેટ કલમ પ્રખ્યાત બની છે. લોકો અહીંથી ભેટ કલમ લેવા માટે આવે છે. માત્ર ગુજરાતનાં લોકો નહી પરંતુ અન્ય રાજયમાંથી પણ ખરીદી માટે આવે છે. ઝાલા નર્સરીથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ અન્ય વિસ્તાર ના લોકો અહીં આંબાની કલમ લેવા આવે છે.
60 થી 75 વર્ષ ફળ આવે છે
આંબાની ભેટ કલમ નર્સરીમાં રહેલા શ્રેષ્ઠ આંબાની સાથે કરવામાં આવે છે. ભેટ કલમથી કેરીનું ઉત્પાદન વધુ મળે છે. ભેટ કલમ કરેલા આંબા 60 થી 75 વર્ષ સુધી ફળ આપે છે. મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં વધુ ભેટ કલમ વવાય છે, જ્યારે નૂતન કલમના આંબાની આવડતા 55 વર્ષ હોય છે.