સાવરકુંડલનાં ડિતલા ગામનાં બચુબાપા ઝાલાએ પંચરત્ન જાતની કેરી વિકસાવી છે. વર્ષમાં ત્રણ વખત કેરીનો પાક આવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસામાં કેરી આવે છે. કેરીનાં એક મણનાં 4000 રૂપિયા મળી રહ્યાં છે.
Abhishek Gondaliya, Amreli: કેરીની સિઝન આવી રહી છે. આંબા પર મોર ખુબ જ આવ્યાં છે. તેમજ ખાખડી પણ દેખાવી લાગી છે. કેરીની સિઝન વર્ષમાં એક જ વખત આવે છે. પરંતુ સાવરકુંડલનાં ખેડૂતે વર્ષમાં ત્રણ વખત કેરીનો પાક આવે તેવી જાત વિકસાવી છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
સાવરકુંડલાના ડિતલા ગામના બચુબાપાઝાલાએ પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. હાલ બચુબાપાના ભાણેજ હરેશભાઇ કેરીની ખેતી કરી રહ્યાં છે. આ જાતની વિશેષતા એ છે કે, વર્ષેમાં 3 વખત કેરીનો પાક આવે છે. વર્ષનું 500 મણ કેરીનું ઉત્પાદન થાય છે. એક મણ કેરીના 4000 ભાવ મળી રહ્યા છે. પોતાની જાતે આ કેરી વિકસાવી આજે લાખોની કમાણી કરી રહ્યાં છે.
25 વીઘામાં 250 આંબાનું વાવેતર કર્યુ છે
ખેડૂત હરેશભાઇ એ જણાવ્યું હતું કે, તેમની 25 વીઘા જમીનમાં આંબાનું વાવેતર કર્યું છે. આ તમામ પંચરત્નના આંબા છે. 25 વીઘામા 250 આંબા છે અને છેલ્લા 2 વર્ષથી કેરીનો પાક લઈ રહ્યાં છીએ.
3 સીઝનમાં કેરીનું ઉત્પાદન મેળવે છે
સામાન્ય રીતે કેરી ઉનાળામાં આવે છે. પરંતુ ખેડૂતે વિકસાવેલી પંચરત્ન કેરી વર્ષમાં 3 વખત આવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસામાં કેરી પાકે છે. જેના કારણે કેરીના શોખીન લોકોને બારે માસ તાજી કેરી ખાવા મળે છે.